![]()
સાણંદ
સિવિલે રિનોવેશનના કારણે સારવાર ન આપતા
ગળામાં
ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં ઇએમટીએ પ્રસૂતિ કરાવી બંનેને જીવ બચાવ્યાં
સાણંદ –
સાણંદ તાલુકાના કોલટ ગામના ઈંટના ભઠ્ઠામાં રહેતી એક સગર્ભા મહિલાને
અચાનક પ્રસવ પીડા ઉપડતા ૧૦૮નો સંપર્ક કરાયો હતો. ઇએમટી દેશુર આહીર અને પાયલોટ શૈલેષ
પ્રજાપતિ તાત્કાલિક દર્દીને લઈને સાણંદ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.
જોકે, ત્યાં રિનોવેશનનું કામ
ચાલતું હોવાનું જણાવી હોસ્પિટલ તંત્રએ સારવાર આપવાનો ઇનકાર કરતા દર્દીને જીવના
જોખમે સોલા સિવિલ રિફર કરવાની ફરજ પડી હતી.
અમદાવાદ
જતી વખતે શાંતિપુરા સર્કલ પાસે પીડા વધી જતાં એમ્બ્યુલન્સ થંભાવી દેવી પડી હતી.
બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી કેસ અત્યંત ગંભીર હતો. પરંતુ, ૧૦૮ની ટીમે કંટ્રોલ
રૃમના ઇઆરસીપી ડોક્ટરની સલાહ મુજબ સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
હતી. માતા અને નવજાત પુત્ર બંને હાલ સુરક્ષિત છે અને તેમને સોલા સિવિલમાં દાખલ
કરવામાં આવ્યા છે. ૧૦૮ની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.















