• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Load More

India Retail Inflation March 2026 : મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ડેટા મુજબ વાર્ષિક આધારે છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 3.21%થી વધીને માર્ચમાં 3.4% થયો છે. રાહતની વાત એ છે કે, કેટલાક શાકભાજી અને કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે મધ્ય વર્ગને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે. દેશના નાગરિકો જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે, તેનો ભાવ કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો છે, તે આધારે તૈયાર કરાયેલ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ના ડેટા મુજબ, માર્ચમાં ગામડામાં 3.63 અને શહેરમાં 3.11 ટકા છૂટક મોંઘવારી દર નોંધાયો છે.

વૈશ્વિક સંકટ છતાં ભારત મોંઘવારી દર જાળવી રાખવામાં સફળ

રૉયટર્સે 45 અર્થશાસ્ત્રીઓ પાસેથી માહિતી મેળવીને અનુમાન લગાવ્યું હતું કે, માર્ચમાં મોંઘવારી દર સામાન્ય 3.48 ટકા વધી શકે છે. ઈંધણની કિંમતોમાં ઝડપી વધારો થવાથી અને યુદ્ધથી ઉભા થયેલા તણાવના કારણે મોંઘવારીમાં વધારો થયો છે, જોકે તે જ મહિનામાં સોનાની કિંમત લગભગ 11 ટકા ઘટવાથી મોંઘવારીને આંશિક રીતે કાબુમાં રહી છે. બીજીતરફ વિશ્વમાં સંકટથી મોંઘવારી ચિંતાજનક સ્થિતિએ વધવાની આશંકા હતી, જોકે ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી કાબુ રાખવામાં સફળ થયું છે. RBI છેલ્લા 12 મહિનાથી 4 ટકાની નીચે સુધી મોંઘવારી દર જાળવી રાખવામાં સફળ થયું છે.

આ પણ વાંચો : ‘લેબેનોનમાં સીઝફાયરની તારીખ ઈરાન નક્કી નહીં કરે’, ઈઝરાયલનો મોજતબા ખામેનેઈને આકરો મેસેજ

ખાણી-પીણી મોંઘી થઈ

ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં થતા ફેરફારનું માપ કરતી ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI)’ના ડેટા મુજબ ખાણી-પીણી પણ મોંઘા થયા છે અને તેનો ફેબ્રુઆરીમાં 3.48% થી વધીને માર્ચમાં 3.87% થયો છે. આ દર ગામડામાં 3.96 અને શહેરમાં 3.71 ટકા નોંધાયો છે. આનાથી એ કહી શકાય કે, જીવનજરૂરી ચીજોની કિંમતો પર દબાણ વધવાના કારણે ભાવમાં વધારો થયો છે.

ઘર સંબંધીત (ભાડું અને મેઈન્ટેનન્સ) મોંઘવારી દર 2.11 ટકા પર કાબુમાં રહી છે. તેનો દર ગામડામાં 2.54 ટકા અને શહેરમાં 1.95 ટકા નોંધાયો છે. એટલે કે ઘર સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે.

આ ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો

જુદા જુદી ચીજવસ્તુઓની કિંમતોની વાત કરીએ તો ક્યાં કિંમતો ઘટી છે, તે ક્યાં કિંમતો વધી છે, જેના કારણે મોંઘવારીમાં આંશિત રાહત મળી છે. ડુંગળી (27.76 ટકા), બટાકા (18.98 ટકા), લસણ (10.18)જેવી શાકભાજીની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ખાણી-પીણીની કુલ મોંઘવારી કાબુમાં રહી શકી છે. કઠોડમાં તુવેર દાળ અને વટાણ જેવી દાળની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.

આ ચીજવસ્તુઓના ભાવ ઘટતા વધ્યા

કેટલીક ખાસ કેટેગરીઓની કિંમતમાં જોરદાર ઉછાળો થયો છે. ચાંદીના ઘરેણાની કિંમતમાં 148.61 ટકાનો ધરખમ વધારો થયો છે. સોના અને હીરાના ઘરેણાની કિંમતો પણ 45.92 ટકા વધી છે. ખાણી-પીણી ચીજવસ્તુઓમાં સામેલ નારિયેળ, ટામેટા (35.99 ટકા) અને ફુલાવર (34.11 ટકા)ની કિંમતમાં ઘણો વધારો થયો છે.

ટ્રાન્સપોર્ટ સંબંધીત મોંઘવારી સ્થિર રહી

આ ઉપરાંત પર્સનલ કેર, સામાજિક સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓ-સેવાઓમાં સૌથી વધુ 18.65 ટકા મોંઘી થઈ છે. જ્યારે ટ્રાન્સપોર્ટ સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે. શિક્ષણ (3.30 ટકા), રેસ્ટોરન્ટ અને રહેવાની સુવિધા (2.88 ટકા)નો ખર્ચ વધવાથી પણ મોંઘવારી આંશિક વધી છે.

રાજ્યો મુજબ વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી તેલંગણામાં 5.83 ટકા, આંધ્ર પ્રદેશમાં 4.05 ટકા અને કર્ણાટકમાં 3.96 ટકા નોંધાઈ છે. એકંદરે દેશમાં કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, તો કેટલાકમાં ઘટાડો થયો છે, જેના કારણે વૈશ્વિક સંકટથી જે આશંકા ઉભી થઈ હતી, તે મુજબ મોંઘવારી કાબુ રહી છે.

છૂટક મોંઘવારીનો RBIનો અંદાજ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિએ નાણાંકીય વર્ષ 2026-27માં છૂટક મોંઘવારી દર 4.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે. અંદાજ મુજબ મોંઘવારી દર પ્રથમ ત્રિમાસિક (Q1)માં 4.0 ટકા, બીજા (Q2)માં 4.4 ટકા, ત્રીજા (Q3)માં 5.2 ટકા અને ચોથા ત્રિમાસિક (Q4)માં ઘટીને 4.7 ટકા રહેવાની સંભાવના છે. એપ્રિલમાં સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ મજબૂત છે, જોકે વૈશ્વિક તણાવ યથાવત્ રહશે કે પછી વધશે તો દેશ બહારની અસર આ આધારસ્તંભ પર પડી શકે છે.

આ પણ વાંચો : ‘હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે’, ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું

Next Post
ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …
GUJARAT

અમદાવાદ,સોમવાર શહેરના નારણપુરામાં રહેતા એનઆઇઆર દંપતિનું નામ હથિયાર કૌભાંડમાં આવ્યું હોવાનું તેમજ આધાર કાર્ડથી ખોલાવેલા બેંક એકાઉન્ટમાંથી ટેરર ફંડ મેનેજ...

Read more

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In