LPG Supply Guidelines : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ કેન્દ્ર સરકારે LPG સપ્લાય માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરમાં LPGની અછતને ધ્યાને રાખીને ગેસ સપ્લાયની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા નિર્ણયમાં ફાર્માથી લઈને સ્ટીલ ઉદ્યોગનો મોટી રાહત અપાઈ છે. આ ઉપરાંત બલ્કમાં LPGનો ઉપયોગ કરનારા ઔદ્યોગિક સેક્ટર માટે નવી શરતો બનાવાઈ છે.
PNG ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પહેલેથી જ 70 ટકા કોમર્શિયલ LPG સિલિન્ડર ફાળવી દેવાયા છે. આમાંથી વધારાના 10 ટકા સિલન્ડર તે રાજ્યોને અપાશે જેઓ PNG પાઈપલાઈનનો વિસ્તાર વધારશે. એટલે કે તેમને આ વધારાનો 10 ટકા ક્વોટા મળશે.
આ સેક્ટરોને મળશે LPG સિલિન્ડર
નવા નિર્ણય મુજબ, સરકારે ફાર્મા, ફૂડ, પોલીમર, એગ્રીકલ્ચર, પેકેજિંગ, પેન્ટ, યુરેનિયમ, હેવી વોટર, સ્ટીલ, બીજ, મેટલ, કેરેમિક, ફાઉન્ડ્રી, ફોર્જિંગ, ગ્લાસ જેવા સેક્ટર્સને બલ્ક સપ્લાયમાં LPG સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉદ્યોગોને માર્ચ 2026 પહેલાના તેમના વપરાશના 70 ટકા LPG મળશે.
આ પણ વાંચો : ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ
સૌથી પહેલા કોને અપાશે LPG?
સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે, જે ઉદ્યોગોમાં PNG પહોંચતું નથી, તેઓને પહેલા LPG અપાશે. જોકે ઉદ્યોગોએ તેલ કંપનીઓમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને PNG કનેક્શન માટે ‘સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD)’ કંપનીઓને અરજી કરવી પડશે. જોકે જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં LPGની જરૂરીયાત છે અને તેના બદલે અન્ય ગેસ ઉપયોગ કરી શકાય તેમ નથી, તો તેવા ઉદ્યોગો માટે PNG અરજીની શરતો માફ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ત્રણ મહત્ત્વના નિર્ણયો લેવા સૂચના આપી છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ત્રણ નિર્દેશ આપ્યા
પહેલું- નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026 તમામ સંબંધિત વિભાગો સુધી પહોંચાડવામાં આવે.
બીજું- 10 ટકા રિફોર્મ-લિંક્ડ LPG ફાળવણીનો લાભ વહેલી તકે મેળવો.
ત્રીજું- કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG સાથે જોડાયેલી રાજ્યની નીતિને વહેલી તકે જાહેર (નોટિફાય) કરો.
આ પણ વાંચો : ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન















