![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે એફવાયના વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે.વિદ્યાર્થીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે.
કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોના કહેવા અનુસાર પ્રવેશ માટે ધો.૧૨ના પરિણામના ૭૫ ટકા અને એન્ટ્રન્સ ટેસ્ટના ૨૫ ટકા માર્કસ ગણતરીમાં લેવામાં આવશે.એન્ટ્રન્સ ટેસ્ટ ઓનલાઈન લેવાશે.જેમાં ૧૦૦ માર્કના ૧૦૦ પ્રશ્નો પૂછાશે.ટેસ્ટ ૧૦૦ મીનિટનો હશે.આ ટેસ્ટમાં ધો.૧૦ના વાણિજ્ય ગણિત, ધો.૧૧ના એકાઉન્ટન્સી, ઈકોનોમિક્સના સાવ બેઝિક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
ટેસ્ટ પહેલા ૫૦૦ પ્રશ્નો અને જવાબોની એક ક્વેશ્ચન બેન્ક કોમર્સ ફેકલ્ટીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.વિદ્યાર્થીઓ તેના આધારે પ્રેક્ટિસ કરી શકશે અને તેમને કોચિંગ ક્લાસની પણ જરુર નહીં પડે.અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નોને છોડીને પેપર ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં હશે એટલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય.એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.















