![]()
Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામ પાસેથી પસાર થઈ રહેલા અને દ્વારકા જઈ રહેલા હડમતીયા ગામના વતની ચેતન નાગજીભાઈ વાજા નામના યુવાનને રસ્તામાં એક વાહનમાં ઉઠાવી જવાયો હતો, અને રણુજા ગામના એક મકાનમાં લઈ જઈ મેરૂભાઈ દાડમભાઈ કાનાણી અને તેના ભાઈ બળવંતભાઈ દાનાભાઈ કાનાણીએ ધોકા વડે માર માર્યો હતો, અને હાથ પગ ભાંગી નાખ્યા હતા. જેને હાથમાં અને પગમાં અનેક ફ્રેકચરો થયા છે, અને સારવાર માટે હાલ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા કાલાવડ ટાઉનના પી.એસ.આઇ રાજકોટની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં તેણે જાહેર કર્યા અનુસાર પોતે પોતાના જ પિતરાઈ ભાઈની પત્ની દિવાળીબેન કે જેની સાથે ભાગી ગયા પછી મૈત્રી કરાર કરી લીધા હતા. જે મૈત્રી કરારનો ખાર રાખીને ભારતીબેનના ભાઈઓ રણુજામાં રહેતા મેરૂભાઈ કાનાણી અને બળવંતભાઈ કાનાણીએ પસંદ ન હોવાથી ચેતનભાઇ ઉપર હુમલો કરી દીધો હતો. યુવાન ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે, અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.















