![]()
Signed Condolence Book at the Embassy of Iran : ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસમાં શોક પુસ્તિકા પર કર્યા હસ્તાક્ષર પણ કર્યા હતા. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગુરુવારે નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસ પહોંચીને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત સરકાર વતી તેમણે તાજેતરની ઘટનાઓ પર ઈરાન પ્રત્યે સંવેદના અને એકજૂથતા વ્યક્ત કરી હતી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પર ભારત સરકારે સત્તાવાર રીતે દુઃખ પ્રકટ કર્યું છે.
શું હતી ઘટના?
અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 86 વર્ષીય અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. અયાતુલ્લા અલી ખામેનેઈ 1989થી ઈરાન પર શાસન કરી રહ્યા હતા અને તેઓ ઈરાન ઈસ્લામી ગણરાજ્યના સર્વોચ્ચ નેતા હતા.
ખામેનેઇના નિધન બાદ સમગ્ર વિશ્વમાં હલચલ
ખામેનેઇના નિધન બાદ મધ્ય-પૂર્વના દેશો સહિત સમગ્ર વિશ્વમાં ભારે હલચલ મચી ગઈ છે. ભારતે આ કપરા સમયમાં ઈરાન પ્રત્યે પોતાની સહાનુભૂતિ દર્શાવી છે. વિદેશ સચિવના આ હસ્તાક્ષર બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારને દર્શાવે છે.















