![]()
Vadodara Crime : વડોદરામાં હાથીખાના વિસ્તારના મહાવત ફળિયામાં રહેતા અને ગાડી લે વેચનો ધંધો કરતા મુજફ્ફરખાન મહેમુદખાન પઠાણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે 9:30 વાગે બસ સ્ટેન્ડની બહાર રોડ પર ઉભો હતો. તે દરમિયાન મારા મિત્ર ઉપેન્દ્ર પટેલનો ફોન આવતા હું વાતો કરતા કરતા બાજુમાં પાર્ક કરેલા પલ્સર બાઈક પર બેઠો હતો. તે દરમિયાન અમારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મારા મામાનો છોકરો તથા તેનો મિત્ર પાછળથી આવીને મારા પર બેટથી હુમલો કર્યો હતો. હું ભાગવા જતા નીચે પડી ગયો હતો. ત્યારબાદ મને ગાળો બોલી ધમકી આપી હતી કે હવે તું મારી નજરે ચડીશ તો તને જાનથી મારી નાખીશ.















