![]()
વડોદરા,ગોલ્ડન બ્રિજ જંક્શન પર નવી વરસાદી લાઇન નાખવાની કામગીરીને ધ્યાને લઇને ગોલ્ડન બ્રિજ જંક્શનથી શહેરમાં અવર – જવર કરતા વાહન ચાલકો માટે નો એન્ટ્રી કરવામાં આવી છે.
વાહન ચાલકો માટે વૈકલ્પિક રૃટ પોલીસ દ્વારા નિયત કરવામાં આવ્યો છે. આવતીકાલથી આગામી ૨૫ મી તારીખ સુધી ગોલ્ડન બ્રિજ જંક્શન બંધ રહેશે. ફોર વ્હિલર, ટુ વ્હિલર તેમજ થ્રી વ્હિલર વાહનો ગદા સર્કલથી મોટનાથ મહાદેવ મંદિર વાળા રોડ પરથી જઇ શકશે. જ્યારે એરપોર્ટ સર્કલથી ગદા સર્કલ થઇ હાલોલ જતા ભારદારી વાહનો અમિતનગર બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ, ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ,છાણી, ફર્ટિલાઇઝર બ્રિજ થઇ દુમાડ થઇ ગોલ્ડન જંક્શન તરફ જઇ શકશે. તેમજ ગોલ્ડન બ્રિજ તરફથી આવતા વાહનો આજવા બ્રિજ થઇ શહેરમાં આવી શકશે. તદુપરાંત વાઘોડિયા બ્રિજ, તરસાલી બ્રિજ, જાંબુવા બ્રિજ પરથી પણ શહેરમાં આવી શકશે.
એસ.ટી. બસ માટે પણ આજવા ચોકડીથી શહેરમાં પ્રવેશ કરી શકાશે. તેમજ નિઝામપુરા અને નવાયાર્ડ રોડથી હાલોલ તરફ જઇ શકશે.















