![]()
અમદાવાદ,મુંબઈ : વિશ્વ બજારમાં ડોલરની નબળાઇ પાછળ સેફ હેવન ખરીદી રૂપે કિંમતી ધાતુઓમાં નવી લેવાલી ચાલુ રહેતા નોંદપાત્ર ઉછાળા નોંધાયા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ઐતિહાસિક તેજી આજે આગળ વધી હતી.આજે દિલ્હી બુલિયન બજારમાં નવી લેવાલીએ ચાંદી રૂ.૧૫,૦૦૦ વધીને રૂ.૩,૮૫,૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી હતી.જ્યારે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામમના ઝડપી રૂ.૬૦૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૭૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૭૧૫૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.
અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૨૦ હજાર ઉછળી ભાવ રૂ.૩૬૫૦૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૦૭૬થી ૫૦૭૭થી વધી ઉંચામાં ભાવ ૫૩૦૦ પાર કરી ૫૩૧૦થી ૫૩૧૧ ડોલરની નવી ટોચ બતાવી ત્યારબાદ ભાવ ૫૨૭૦થી ૫૨૭૧ ડોલર રહ્યા હતા.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની એકટીવ લેવાલી ચાલુ રહી હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૧૧૦.૭૫ વાળા વધી ઉંચામાં ભાવ ૧૧૬.૧૦ થઈ ૧૧૨.૫૯થી ૧૧૨.૬૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૪૪૫૬૪ વાળા વધી રૂ.૩૬૧૮૨૧ થઈ રૂ.૩૫૮૨૬૭ રહ્યા હતા.
મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૮૬૨૫ વાળા રૂ.૬૧૩૯૭૬ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૯૦૧ વાળા રૂ.૧૬૪૬૩૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૬૭૦ વાળા ઉંચામાં ભાવ ૨૭૧૭ તથા નીચામાં ભાવ ૨૬૧૯ થઈ ૨૬૫૦થી ૨૬૫૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવવ ૨૦૨૪ વાળા ગબડી નીચામાં ભાવ ૧૯૦૩ થઈ થઈ ૧૯૪૭થી ૧૯૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૮૪ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળી ચાર મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૫૨ વાળા વધી ૬૮.૧૯ થઈ ૬૭.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૦.૬૦ વાળા વધી ૬૩.૧૭ થઈ ૬૨.૬૮ ડોલર રહ્યા હતા. ઓપેકની રવિવારે મળનારી મિટિંગ પર નજર રહી હતી. અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ વધતાં તેની અસર ક્રૂડતેલના ભાવ પર તેજીની દેખાઈ હતી.















