• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

Load More

Women Reservation Act: ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં લાંબા સમયથી પેન્ડિંગ મહિલા અનામત કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ કાયદાને 2011ની વસ્તી ગણતરીના આધારે લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જેથી સંસદમાં મહિલાઓની ભાગીદારીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાનગી ન્યૂઝ રિપોર્ટમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો મહિલા અનામત લાગુ કરવામાં આવશે તો લોકસભાની બેઠકો વધીને 816 થઈ જશે. 273 બેઠકો મહિલા માટે રિઝર્વ રહેશે. આ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂચિત માળખા હેઠળ લોકસભાની કુલ બેઠકો હાલની 543થી વધારીને 816 કરી શકાય છે. જેમાંથી અંદાજે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ પગલું ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને ઐતિહાસિક રીતે વધારનાર માનવામાં આવી રહ્યું છે. હાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે મોદી સરકારનો આ એક મહત્વનો દાવ માનવામાં આવે છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ પાસે મદદ માગીને તેમને પણ રાજકીય રીતે મજબૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મહિલા અનામત અધિનિયમ 2023ની જોગવાઈ શું છે?

વર્ષ 2023માં પસાર થયેલા આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. જો કે તેને લાગુ કરવાની શરત નવી વસ્તી ગણતરી અને સીમાંકન સાથે જોડવામાં આવી હતી, જેના કારણે તે અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યું નથી.  જણાવી દઈએ કે મૂળ કાયદામાં એવી શરત હતી કે મહિલા અનામત ત્યારે જ લાગુ થશે જ્યારે નવી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થશે. હવે સરકાર આ શરતમાં સુધારો કરીને વહેલી તકે કાયદો લાગુ કરવાના વિકલ્પો શોધી રહી છે.

બંધારણીય સુધારા કરવા મથામણ

સૂત્રોનો દાવો છે કે સરકાર આ મામલે ઝડપથી આગળ વધવા માંગે છે. તેનો હેતુ વર્તમાન બજેટ સત્રમાં જ એક બિલ રજૂ કરવાનો છે, જેથી કાયદામાં સુધારો કરીને સંસદના નીચલા ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારી શકાય. આવી સ્થિતિમાં જો સરકાર સીમાંકન પહેલા મહિલા અનામત લાગુ કરવા માંગતી હોય, તો તેના માટે બંધારણમાં સુધારો કરવો પડશે. જે અનુસાર સંસદના બંને ગૃહોમાં બહુમતી આવશ્યક રહેશે, જેમાં હાજર અને મતદાન કરનારા સભ્યોમાં બે તૃતીયાંશ સમર્થન જરૂરી છે. આ પ્રક્રિયા ભારતીય બંધારણની કલમ 368 હેઠળ પૂર્ણ કરવામાં આવશે.

વિપક્ષી દળોનું સમર્થન જરૂરી

સંસદમાં સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. આમ છતાં સરકારને આશા છે કે તે આ કાયદો બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરી લેશે. વિપક્ષી દળો સાથેના પ્રારંભિક સંપર્ક પણ સંકેત આપે છે કે સરકાર આ બંધારણીય સુધારાને સરળતાથી પસાર કરવા માટે વ્યાપક સમર્થન એકત્ર કરવાના પ્રયાસોમાં લાગેલી છે. સૂત્રએ આશંકા વ્યક્ત કરી છે કે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલ સંભવતઃ આવતા અઠવાડિયે સૌથી પહેલા રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ભાજપ પાસે લોકસભામાં 240 અને રાજ્યસભામાં 103 સાંસદો છે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે વિપક્ષી દળોના સમર્થન વિના કોઈપણ ગૃહમાં આ સુધારો બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરી શકાય તેમ નથી.

આગળ શું થશે?

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ કરી છે, જેથી આ કાયદાના અમલીકરણના માળખા પર વ્યાપક સંમતિ બની શકે. તેમણે સંસદીય કાર્ય મંત્રીને આ દિશામાં પહેલ કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટની મંજૂરી બાદ આ સુધારા બિલને પહેલા રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સરકારનો ધ્યેય તેને વ્યાપક સમર્થન સાથે સંસદમાંથી પસાર કરાવવાનો છે, જેથી લાંબા સમયથી પેન્ડિંગ મહિલા અનામતને વાસ્તવિકતામાં બદલી શકાય.

આ પણ વાંચો: VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિયા

જણાવી દઈએ કે મહિલા અનામત અધિનિયમ, 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરે છે. જો આ પ્રસ્તાવ લાગુ થાય છે, તો ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી શકે છે. જો કે આ માટે રાજકીય સંમતિ અને બંધારણીય પ્રક્રિયાની જટિલતાઓને પાર કરવી સરકાર માટે મોટો પડકાર રહેશે.

Next Post
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

LPG અછતને ઉકેલવા 'પ્લાન બી' રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

Jamnagar News: જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા અસલમ કરીમ ખીલજી અને પૂર્વ કોંગી કોર્પોરેટર...

Read more

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In