ગેરકાયદે
ખનન સામે ચોટીલા ડે.કલેક્ટરની લાલ આંખ
ગેરકાયદે
ખનન, જીવલેણ
વિસ્ફોટો અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી કરાઇ
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને મૂળી પંથકમાં લાંબા સમયથી ચાલી
રહેલી ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. ચોટીલા
ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એકસાથે ૧૯ જેટલા ભૂમાફિયાને સુરેન્દ્રનગર,
રાજકોટ અને મોરબી એમ ત્રણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કરવામાં
આવ્યો છે. આ શખ્સો દ્વારા પ્રતિબંધિત રીતે કોલસાનું ખનન કરી મજૂરોના જીવ જોખમમાં મૂકવા,
વિસ્ફોટકોનો આડેધડ ઉપયોગ અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવા
બદલ આ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છ.
ચોટીલા
અને મૂળી તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા કોઈપણ સુરક્ષાના નિયમો વગર અંદાજે ૧૬૦ ફૂટ
ઊંડા ‘રેબિટ
હોલદ પ્રકારના કૂવા ગાળીને ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવતું હતું. આ
પ્રવૃત્તિમાં સુપર પાવર-૯૦ અને જિલેટીન સ્ટીક જેવા ખતરનાક વિસ્ફોટકોનો ઉપયોગ કરી
હોરીઝોન્ટલ સુરંગો બનાવવામાં આવતી હતી. આ પ્રચંડ વિસ્ફોટોને કારણે સ્થાનિક શાળાઓ,
આંગણવાડીઓ અને ઘરોમાં તિરાડો પડી હતી, જેનાથી
જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.
આ
ભૂમાફિયાઓ મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર જોખમી ખાણોમાં ઉતારતા હતા, જેમાં અગાઉ અનેક
મજૂરોના મોતની ઘટનાઓ પણ બની ચુકી છે. ઓક્સિજનની અછત અને ઝેરી વાયુઓના જોખમ વચ્ચે
ચાલતા આ બિનવૈજ્ઞાાનિક ખનનથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. તપાસ
ટીમોને રોકવા માટે આ માફિયાઓ રસ્તામાં પથ્થરો અને કાંટાની આડશ ઉભી કરતા હતા અને
ક્યારેક ટોળું એકઠું કરી અધિકારીઓને ધમકાવવાનો પ્રયાસ પણ કરતા હતા.
આ
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કરોડોની ખનીજ ચોરી અટકાવવા મૂળી પી.આઈ. દ્વારા તૈયાર
કરાયેલી દરખાસ્તને ડીવાયએસપી મારફત ડેપ્યુટી કલેક્ટરને મોકલવામાં આવી હતી.
સુનાવણીના અંતે મેજિસ્ટ્રેટે ૧૯ શખ્સોને દોષિત ગણી તેઓને સુરેન્દ્રનગર સહિત પડોશી
જિલ્લાઓ રાજકોટ અને મોરબીની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યોે છે.
ચોટીલા
ડેપ્યુટી કલેકટર દ્વારા તડીપાર કરેલ ભૂમાફિયાઓ
(૧) કાળુભાઇ મોતીભાઇ ખાંભલા રહે. ગઢડા તા. મુળી (૭ મહિના)
(૨) કાનાભાઇ મામૈયાભાઇ ખાંભલા રહે. ગઢડા તા. મુળી (૭ મહિના)
(૩) જયપાલસિંહ ભરતસિંહ કાઠીયા રહે. મુળી (૮ મહિના)
(૪) વિજયભાઇ વાઘજીભાઇ શિહોરા રહે. સડલા તાથ મુળી (૭ મહિના)
(૫) મુકેશભાઇ જાદવજીભાઇ શિહોરા રહે. સડલા તાથ મુળી (૮ મહિના)
(૬) રૃખડભાઇ કુકાભાઇ જોગરાણા રહે. ખાખરાળા તા.મુળી (૮ મહિના)
(૭) રતુભાઇ વિરાભાઇ જોગરાણા રહે. ભવાનીગઢ તા. મુળી (૭ મહિના)
(૮) ખોડાભાઇ લીંબાભાઇ રબારી રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૯) આલાભાઇ લીંબાભાઇ રબારી રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૧૦) પ્રભુભાઇ ઘુઘાભાઇ કોળી રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૧૧) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૧૨) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૧૩) ખીમાભાઇ મેરુભાઇ રબારી રહે. ખંપાળીયા તા. મુળી (૮ મહિના)
(૧૪) ભરતભાઇ ગોવિંદભાઇ સારલા રહે. ૫લાસા તા. મુળી (૭ મહિના)
(૧૫) સુનીલભાઇ હનાભાઇ ફીસડીયા રહે. ૫લાસા તા. મુળી (૭ મહિના)
(૧૬) રઘુભાઇ છનાભાઇ નદીશાળીયા રહે. ખાખરાળા તા. મુળી (૮ મહિના)
(૧૭) યુવરાજસિંહ ક્રિપાલસિંહ ૫રમાર રહે. નવાણીયા તા.મુળી(૯ મહિના)
(૧૮) ઉદયભાઇ ભરતભાઇ વિક્મા રહે. ફુલઝર તા. ચોટીલા (૬ મહિના)
(૧૯) રઘુભાઇ નાનજીભાઇ મકવાણા રહે. સડલા, તા.મુળી (૮
મહિના)















