![]()
Jamnagar : જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા અજીતસિંહ વિભાજી રાઠોડ નામના 46 વર્ષના યુવાને મેઘપર પોલીસ મથકમાં પોતાની સાથે સ્કોર્પિયો કાર મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગરમાં રહેતા રાહુલ મગનભાઈ રાઠોડ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે સ્કોર્પિયો કાર ઉઠાવી જનાર આરોપીને પોલીસે શોધી કાઢ્યો છે, અને સ્કોર્પિયો કાર કબજે કરી લીધી છે
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અજિતસિંહ રાઠોડ કે જેઓની જી.જે. 10 ટી.એકસ. 3685 નંબરની સ્કોર્પિયો કાર કે જેની કિંમત આઠ લાખ રૂપિયા થાય છે, જે કાર ઉપરોક્ત આરોપી રાહુલ રાઠોડ અમદાવાદમાં ચલાવવા માટે લઈ ગયો હતો. જેને લાંબો સમય વીતી ગયો છતાં આરોપી રાહુલ રાઠોડએ કાર અથવા તો તેનું ભાડુ આપ્યું ન હતું, અને પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભાગી છૂટ્યો છે.
જેથી આ મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. મેઘપરના પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી સ્કોર્પિયો કાર લઈ જનાર આરોપી રાહુલ રાઠોડને શોધી કાઢ્યો હતો, અને તેની પાસેથી સ્કોર્પિયો કાર કબજે કરી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.















