ગાંધીનગર નજીક પેથાપુરની સીમમાં એલસીબીનો દરોડો
બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો ઃ પાંચ વાહનો અને ૨૧ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પેથાપુર ગામની સીમમાં મોટાપાયે જુગારધામ
ચાલતું હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો
હતો અને અહીં જુગાર રમતા ૨૧ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી રોકડ
મોબાઈલ અને વાહનો મળી ૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લામાં દારૃ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે
પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના
પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફના માણસોને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ
કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પેથાપુર સીમમાં
ફતેપુરા ત્રણ રસ્તાથી દિપેશ્વરી મંદિર તરફ જતા રોડ પર આવેલા એક ખુલ્લા ખેતરમાં
હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં
નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
દરમિયાન સ્થળ પરથી ૨૧ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી
મોટાભાગના અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશ તથા
મધ્યપ્રદેશના વતની છે. પોલીસે આ દરોડામાં રોકડ વાહન અને મોબાઈલ મળીને ૨૧ લાખ
ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો. આ કેસમાં ગાંધીનગર સેક્ટર-૨૬નો રહેવાસી
ગુડ્ડુ ભદોરીયા નામનો શખ્સ હાજર ન મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા
તમામ ૨૧ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરોડામાં પકડાયેલા જુગારીઓ
૧. મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (રહે. કુબેરનગર, અમદાવાદત મૂળ
ઉત્તરપ્રદેશ), ૨.
નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રહે. રામોલ,
અમદાવાદ, મૂળ
ઉત્તરપ્રદેશ), ૩.
રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (રહે. નારોલ,
અમદાવાદ, મૂળ
ઉત્તરપ્રદેશ), ૪. રણજીત
જગતસિંહ યાદવ (રહે. પેથાપુર,
ગાંધીનગર, મૂળ
ઉત્તરપ્રદેશ), ૫. સંદિપ
મુકેશભાઇ રાઠોડ (રહે. ન્યુ રાણીપ,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૬.
પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (રહે. નવા વાડજ,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૭. દિનેશ
અત્તરસિંગ કુશવાહ (રહે. ચાંદલોડીયા,
અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૮. રાજેન્દ્ર
લક્ષ્મણસિંગ યાદવ (રહે. પીંપળજ,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૯. પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૦. રાહુલસિંગ
અનારસિંગ પરીહાર ઠાકુર (રહે. ચાણક્યપુરી,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૧૧.
સોનુંસિંગ રામબિહારી જાટવ (રહે. ચાણક્યપુરી,
અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ),
૧૨. મુકેશભાઇ કનુભાઇ ભરવાડ (રહે. નારોલ,
અમદાવાદ), ૧૩.
સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (રહે. મેઘાણીનગર, અમદાવાદ,
મૂળ ઉત્તરપ્રદેશ), ૧૪.
ધીરેન અમરસિંહ રાઠોડ (રહે. ચાંદલોડીયા,
અમદાવાદ મૂળ મધ્યપ્રદેશ),
૧૫. જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (રહે. મેઘાણીનગર, અમદાવાદ,
મૂળ ઉત્તરપ્રદેશ), ૧૬. બબલુ
રામસેવક રાઠોડ (રહે. ન્યુ રાણીપ,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૧૭. વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૮. અરવિંદ જગદીશ
પાંડે (રહે. ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ મધ્યપ્રદેશ), ૧૯.
જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી, અમદાવાદ,
મૂળ મધ્યપ્રદેશ), ૨૦.
માનસિંઘ રામવંશ કુશવાહ (રહે. ચાણક્યપુરી,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), ૨૧.
ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (રહે. ચાણક્યપુરી,
અમદાવાદ, મૂળ
મધ્યપ્રદેશ), આ ઉપરાંત, આ કેસમાં ગુડ્ડુ
ભદોરીયા (રહે. સેક્ટર-૨૬,
ગાંધીનગર) નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.















