• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, હોર્મુઝ પર દુનિયાની નજર | Sharp Surge in Cr…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો, હોર્મુઝ પર દુનિયાની નજર | Sharp Surge in Cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

Load More

America-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઇનના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રૅકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ ક્રૂડ 300 રૂપિયાથી વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલ રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો

ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 3 ટકા અથવા  4.15 ડૉલરથી વધીને 116.56 ડૉલર પર પહોંચી ગયું છે. બીજી તરફ સવારે 9:57 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.69 ટકા અથવા 1.86 ડૉલરના વધારા સાથે 111.63 ડૉલરના ઈન્ટ્રાડે ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડે આ સંઘર્ષની શરૂઆતથી 60 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 27 ફેબ્રુઆરીના 72.48 ડૉલરના સ્તરથી ઉછાળા સાથે 9 માર્ચ સુધીમાં 119.50 ડૉલર પર પહોંચી ગયું હતું.

મંગળવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 300 રૂપિયા વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલના રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ વધારો સતત પુરવઠા સબંધિત ચિંતાઓ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક ઊર્જા માપદંડો અનુરુપ રહ્યો. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલના ભાવમાં 300 રૂપિયા અથવા 2.83 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 10,888 પ્રતિ બેરલની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. તેવી જ રીતે મે મહિનાના કોન્ટ્રેક્ટમાં પણ 170 રૂપિયા અથવા 1.82 ટકાનો વધારો થયો અને તે MCX પર 9,485 પ્રતિ બેરલના નવા સ્તરે પહોંચી ગયો છે.

અમેરિકન પ્રમુખનું આક્રમક વલણ અને ગંભીર ધમકીઓ

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઉછાળો  હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન પ્રત્યે દેખાડવામાં આવેલ આક્રમક વલણ બાદ નોંધાયો છે. પ્રમુખ ટ્રમ્પે કડક ચેતવણી આપતા6 કહ્યું છે કે, જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર રાત્રિની ડેડલાઇનનું પાલન નહીં કરે, તો તેના પર વિનાશ વેરવામાં આવશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય છે. ટ્રમ્પના મતે જો કોઈ કરાર નહીં થાય તો ઈરાનમાં દરેક પુલ નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાંનો દરેક પાવર પ્લાન્ટ હંમેશા માટે તબાહ કરી દેવામાં આવશે. 

ઈરાને યુદ્ધવિરામની યોજના ફગાવી

બીજી તરફ આ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાને યુદ્ધવિરામની યોજનાને ફગાવી દીધી છે અને અમેરિકા સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જીઓ-પોલિટિકલ કટોકટીની સૌથી વધુ અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી રહી છે, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વની છે.

– વિશ્વના કુલ તેલ પરિવહનનો લગભગ પાંચમો ભાગ (20%) આ જળમાર્ગ દ્વારા પસાર થાય છે.

– 28 ફેબ્રુઆરીના રોજ સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સતત અવરોધાયેલો છે.

– આ જ ગતિરોધને કારણે ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજે 90 ટકાનો વધારો થયો છે, જે સરેરાશ100 ડૉલરની આસપાસ જળવાયેલી છે.

આ પણ વાંચો: LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

ઊર્જા બજારની આ અસ્થિરતાની મિશ્ર અસર શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાનું વોલ સ્ટ્રીટ મામૂલી સુધારા સાથે બંધ થયું હતું, જ્યારે એશિયન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ભારતીય શેરબજારમાં મંગળવારે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો 1 ટકા સુધીના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

Next Post
‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્…

‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, 'કોલકાતા' વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…
GUJARAT

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

ECI West Bengal Voter List Data : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ SIR હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ...

Read more

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ | How to Identify Plastic Rice 5 Simple Home Tests to Check Rice Purity and Safety

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In