![]()
અમદાવાદ, શુક્રવાર
ઠક્કરનગરમાં બેન્ક રિલેશનશીપ મેનેજરને તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને બુલેટમાં તોડફોડ કરી હતી. એટલું જ નહી બીજા દિવસે મળવા બોલાવીને લાકડીના ફટકા મારીને પગે ફ્રેકચર કર્યું હતું અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેન્ક રિલેશનશીપ મેનેજરને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
ઠક્કરનગરમાં રહેતા અને ખાનગી બેન્કમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે તા. ૧૧ના રોજ મધરાતે દિલ્હીથી ઘરે આવતા હતા પિતાએ કહ્યું કે આરોપીઓ ઘરે આવ્યા હતા અને તમારો દિકરો ક્યાં છે તે મારી બહેનને કેમ મેસેજ કરે છે તેને બહાર કાઢો કહીને બુલેટની તોડફોડ કરીને જતા રહ્યા હતા.
બીજા દિવસે ફરિયાદી ઘરે હતા ત્યારે આરોપીએ ફોન કરીને તું ક્યાં છે કહીને મળવા માટે મહાદેવના મંદિરે બોલાવ્યો હતો યુવક ત્યાં ગયો તો આરોપીઓએ તું કેમ મારી બહેનને મેસેજ કરે છે તેમ કહેતા યુવકે કહ્યું કે હું મેસેજ નથી કરતો તારી બહેન સામેથી મેસેજ કરે છે તેમ કહેતાની સાથે ઉશ્કેરાઇને યુવકને માર મારવા લાગ્યા હતા અને લાકડીના ફટકા મારતા બુમાબુમથી લોકો આવી જતા આરોપીઓ જતા જતા પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધણકી આપી હતી ઇજાગ્રસ્ત યુવકને સારવાર કરાતા પગે ફ્રેકચર થયું હતું.















