![]()
વડોદરા : ૧૬ વર્ષની સગારી સાથે અલગ અલગ સમયે છ શખ્સે દુષ્કર્મ આચરતા
સગીરા ગર્ભવતી બની હતી. હાલ આ સગીરાને ૨૪ માસનો ગર્ભ હોઇ તેણે ગર્ભપાત માટે
હાઇકોર્ટમાં દાદ માંગતા તેની વધુ સુનાવણી તા.૧૦ માર્ચના રોજ હાથ ધરાશે.અરજીમાં
સગીરા સાથે છ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોઇ ડીએનએ ટેસ્ટની પણ માંગણી કરવામાં આવી છે, કે
જેથી બાળકના પિતાની જાણ થઇ શકે.
બનાવની વિગત એવી છે કે, તા.૨૨ ફેબુ્રઆરી૨૦૨૬ના રોજ વરણામા પોલીસ
સ્ટેશનમાં ૬ જેટલા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, તેના મિત્રના પિતરાઈ ભાઈ રોહિત રાઠોડિયાએ લગ્નની લાલચ આપી તેની સાથે
શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ, આ વાતની જાણ થતા પ્રેમ
પરમાર, શૈલેષ ઉર્ફે અજય વસાવા, મનોજ
વસાવા, સોહિલ ઘાંચી અને સંજય રાઠોડ નામના શખ્સોએ સગીરાને
ડરાવી-ધમકાવીને અવાર-નવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતુંે અને મેડિકલ તપાસમાં
સગીરાને ૨૪ અઠવાડિયા કરતા વધુ સમયનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની
કલમ હેઠળ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચકચારી કેસમાં
અગાઉ વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ
ટેકનિકલ કારણોસર તે પરત ખેંચી હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે.
હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પિટિશનમાં પીડિતાના મૂળભૂત
અધિકારોની રક્ષા કરવા વિનંતી કરવામાં આવી છે. અરજદાર પક્ષની રજૂઆત છે કે સગીરા હજુ
નાની વયની છે અને આટલી નાની ઉંમરે ગર્ભધારણ ચાલુ રાખવો તેના જીવન માટે જોખમી સાબિત
થઈ શકે તેમ છે.ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી અનિવાર્ય હોવાથી આ કાયદાકીય લડત શરૃ
કરવામાં આવી છે. આ અરજીની વધુ સુનાવણી તા.૧૦ માર્ચના રોજ હાથ ધરાશે.















