• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

Load More

– મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધની અસર

– સરકારી ઓઈલ કંપનીઓને રિટેલ વેચાણમાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 24, ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 104નું નુકસાન

– એલપીજીની સંગ્રહખોરી-કાળાબજાર રોકવા દેશભરમાં 4,000 સ્થળો પર દરોડા, 1300 સિલિન્ડર જપ્ત કરાયા

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો થયો છે ત્યારે ભારતમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૮ સુધીનો વધારો કર્યો છે. બીજીબાજુ ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રૂડમાં ભાવ વધારાથી અન્ય દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે ત્યારે ભારતમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલ પર રૂ. ૨૪ અને ડીઝલ પર રૂ. ૧૦૪નું નુકસાન સહન કરી રહી છે. 

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર જતા રહ્યા છે. પરિણામે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે ૧લી એપ્રિલથી ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨૮નો વધારો કર્યો છે. 

ઓઈલ કંપનીઓ મુજબ નવા રેટ મુજબ ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૯.૫૯થી વધીને રૂ. ૧૩૭.૮૧ થઈ ગયો છે. ફર્નેસ ઓઈલના ભાવમાં પણ પ્રતિ લીટ રૂ. ૨૩.૭૭નો વધારો કરાયો છે. આ પહેલા ૨૦ માર્ચે પણ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૨નો વધારો કરાયો હતો, જેથી દિલ્હીમાં ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ થયો હતો

ઓઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું કે, ઔદ્યોગિક અને જથ્થાબંધ ગ્રાહકોને ઈંધણનો સપ્લાય સુચારુ રૂપે ચાલુ છે અને ઉપલબ્ધતામા ંકોઈપણ પ્રકારનો અવરોધ નથી. 

જોકે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો નહીં કરીને સામાન્ય ગ્રાહકોને રાહત આપી છે. રિટેલ ગ્રાહકો હજુ પણ જૂના દરથી જ પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. દિલ્હીમાં સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ છે.

જોકે, રિટેલ ક્ષેત્રમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૪ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧૦૪ના નુકસાનનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા નુકસાનને અન્ડર-રિકવરી કહેવામાં આવે છે, જેને કંપનીઓ તેમના નફામાંથી સરભર કરી રહી છે. ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટાડવા અને રિટેલ ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ પર સ્પેશિયલ એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો.

દરમિયાન દેશમાં ક્રૂડ અને એલપીજીમાં સપ્લાયની ચિંતાઓ વચ્ચે સરકારે સંગ્રાહખોરો અને કાળાબજાર કરનારાને આકરી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કાળાબજાર રોકવા દૈનિક દરોડા પાડવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલપીજી અને ક્રૂડ ઓઈલના સપ્લાયના સંદર્ભમાં દૈનિક પ્રેસ બ્રિફિંગ કરવા, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપવા, ફેક ન્યૂઝ સામે આકરાં પગલાં લેવા અને ઈંધણની ઉપલબ્ધતા અંગે જનતાને વારંવાર ખાતરી આપવા સૂચના આપી છે.

Next Post
મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી | Frequent closure of railway gate on Muli T…

મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી | Frequent closure of railway gate on Muli T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
GUJARAT

અમદાવાદ : જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં...

Read more

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In