• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

Load More

Surat : સુરતમાં થોડા દિવસ પહેલાં ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી-ધુળેટીના રંગોની મસ્તી પછી શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. ધુળેટીના બીજા દિવસથી લઈને રંગ પાંચમ સુધી અનેક શેરીઓમાં દરરોજ સાંજે સમૂહ ભોજનનું આયોજન થાય છે. છેલ્લા સદીથી વધુ સમયથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત રહી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપી રહી છે. જોકે, પહેલી વાર ધુળેટીના બીજા દિવસના બદલે થોડા દિવસ પછી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

કોટ વિસ્તારની મહિધરપુરા, રામપુરા સહિત અનેક શેરીઓમાં ધુળેટી બાદ દસેક દિવસ સુધી સામૂહિક ભોજન યોજાય છે. આ પંગતમાં ગરીબ હોય કે સંપન્ન–તમામ લોકો એક સાથે બેસીને ભોજન લે છે. વડીલોએ શેરીમાં સામાજિક એકતા મજબૂત બને, પરસ્પર સ્નેહ વધે અને આર્થિક રીતે નબળા લોકો પણ તહેવારની ખુશીમાં જોડાઈ શકે તે હેતુથી શરૂ કરેલી આ પરંપરા આજે નવી પેઢી દ્વારા પણ જાળવી રાખવામાં આવી રહી છે.

સુરતના દુધારા શેરીમાં રહેતા ધર્મેશ જરીવાલા જણાવે છે કે, “અમારા વડવાઓ એ શરૂ કરેલી આ પરંપરા આજે પણ અમે યથાવત રાખી છે. સામાન્ય રીતે ધુળેટીના બીજા દિવસથી સમૂહ ભોજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે રસોઈ બનાવતા રસોયા બહાર હોવાથી મંગળવારથી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ધુળેટીની ઉજવણી તો સૌ સાથે ભેગા થઈ કરીએ છીએ, ત્યારબાદ દસ દિવસ સુધી શેરીના ગરીબ અને સંપન્ન તમામ લોકો સાથે બેસીને ભોજન લે છે. અમારા દાદા-પિતાએ જાળવી રાખેલી આ પરંપરા અમે પણ આગળ વધારી રહ્યા છીએ.” 

કોટ વિસ્તારમાં રહેતા હેમંત ટોપીવાળા કહે છે કે, “સુરતનો કોટ વિસ્તાર અનેક ઐતિહાસિક પરંપરા માટે જાણીતો છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ માટે ધુળેટી પણ ખાસ તહેવાર છે. કોટ વિસ્તારમાં વિવિધ વર્ગના લોકો રહે છે, તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન રહે અને સામાજિક એકરસતા જળવાઈ રહે તે માટે વડીલોએ અનેક પ્રયાસો કર્યા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પરંપરા ધુળેટી પછીના દસ દિવસ સુધી સમૂહ ભોજન યોજવાની છે. જેના કારણે આજે પણ ધુળેટી પછી કોટ વિસ્તારમાં રંગોની મસ્તી સાથે ‘સ્નેહની પંગત’ જોવા મળે છે.”

પહેલા પરંપરાગત ભોજન હતું હવે યંગસ્ટર્સ જોડાઈ તે માટે ફાસ્ટ ફુડના સ્ટોલ પણ રહે છે

વર્ષો પહેલાં આ સામૂહિક ભોજનમાં માત્ર પરંપરાગત દેશી વાનગીઓ જ પીરસાતી હતી. દાળ-ભાત, શાક-પુરી, સાથે મોહનથાળ, લાડવા અથવા અન્ય મીઠાઈ જેવી સાદી અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થતો હતો. પરંતુ સમયની સાથે ભોજનમાં નવી પેઢીના સ્વાદને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ નાસ્તા અને ફાસ્ટફૂડ પણ ભોજનનો ભાગ બની રહ્યા છે. બટાકા વડા, ફ્રૂટ સલાડ, રસપુરી, પાતરા-ઈડડા, પિત્ઝા, ઇડલી-સંભાર, ખીચડી-કઢી, રવૈયા, પાસ્તા, પાણીપુરી-દહીં વડા તેમજ ઢોસા જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને ભોજનમાં આવા વિકલ્પ ઉમેરવામાં આવ્યા છે.

સમય બદલાયો, વાનગીઓ બદલાઈ, પરંતુ શેરીના લોકોમાં રહેલા સમૂહભાવ અને પરંપરા પ્રત્યેનો લગાવ યથાવત રહ્યો છે. સામુહિક ભોજન દ્વારા લોકો વચ્ચે પ્રેમ, એકતા અને આપસી લાગણી વધુ ગાઢ બને છે. તેથી જ સુરતના કોટ વિસ્તારમાં સદી જૂની આ અનોખી પરંપરા આજે પણ ઉત્સાહભેર જીવંત રહી છે.

Next Post
જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘…

જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે '181 અભયમ' બની સુરક્ષાનું સશક્ત કવચ | '...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…
GUJARAT

India Foreign Policy Criticism AAP : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં સર્જાયેલી LPG ગેસની અછત...

Read more

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા | Random check…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In