મુંબઈ : ભારતના યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પોઝિટીવ અસર બાદ અમેરિકા સાથે ટ્રેડ ડિલ સંમતિએ બજારો ફરી મોટી તેજીના પંથે સવાર થવાની અપેક્ષા હતી. પરંતુ ફરી વિશ્વ સામે નવા સ્વરૂપે મોટું જોખમી પરિબળ ટેકનોલોજી મોરચે આવી પડયું છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખાસ સોફ્ટવેર સર્વિસિઝ ઈન્ડસ્ટ્રીના વર્ષોના લખલૂંટ બિઝનેસ અને તગડી કમાણીના બિઝનેસ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એ તરાપ મારીને સોફ્ટવેર બિઝનેસના અસ્તિત્વ સામે મોટું જોખમ હોવાના વિશ્વભરના નિષ્ણાતો, સમીક્ષકોના અભિપ્રાય આવવા લાગતાં વૈશ્વિક બજારોમાં આઈટી ક્ષેત્રની કંપનીઓના શેરોને પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં મોટું હોલ્ડિંગ ધરાવતા ઈન્વેસ્ટરોમાં ફફડાટ વ્યાપ્ત થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં વૈશ્વિક આઈટી જાયન્ટ કંપનીઓના શેરોના મૂલ્યમાં અધધ… ધોવાણની સાથે ભારતીય આઈટી કંપનીઓના શેરો પણ ડામાડોળ બની ૧૦ દિવસમાં ૨૦ ટકા જેટલા તૂટી ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે જીઓપોલિટીકલ મોરચે અફઘાનિસ્તામાં અમેરિકાની સહાય કાપના પરિણામે ભૂખમરાની સ્થિતિ વણસવાની સાથે અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધવાના અને ફરી તાલિબાન શાસનમાટે અસ્થિરતા સર્જાવાનંા જોખમી પરિબળ ભારતીય શેર બજારોમાં આગામી સપ્તાહમાં અફડાતફડી બતાવી શકે છે. જેથી યુ.એસ.-અફઘાનિસ્તાનના જોખમી પરિબળ અને આઈટી ક્ષેત્રે ડેવલપમેન્ટ વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી ૨૫૧૧૧થી ૨૫૭૭૭ વચ્ચે અને સેન્સેક્સ ૮૧૪૪૪થી ૮૩૫૫૫ વચ્ચે ફંગોળાતા જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : MAGADH SUGAR & ENERGY LTD.
બીએસઈ (૫૪૦૬૫૦), એનએસઈ (MAGADSUGAR) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, મગધ સુગર એન્ડ એનજીૅ લિમિટેડ(MAGADH SUGAR & ENERGY LIMITED),સ્વર્ગસ્થ ડો.કે.કે. બિરલા દ્વારા સ્થાપિત, કે.કે. બિરલા ગુ્રપ, ફર્ટિલાઈઝર્સ, સુગર, મીડિયા, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલમાં વૈવિધ્યીકરણ ધરાવતા એક અગ્રણી ગુ્રપની કંપની છે. પ્રમુખ કંપનીઓમાં ઝુઆરી અર્ગો કેમિકલ્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, અવધ સુગર એન્ડ એનજીૅ અને હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયાનો સમાવેશ છે. આ ગુ્રપના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે મજબૂત અસ્તિત્વ અને ભારતના ખાંડ ઉદ્યોગમાં એક પ્રમખ સાહસિક છે. કે. કે. બિરલા ગુ્રપ ભારતના ખાનગી ક્ષેત્રના સુગર ઉદ્યોગમાં પ્રમુખ સાહસિક તરીકે ગર્વથી ઊભું છે, જેની ઉત્તર પ્રદેશ અને બિહારમાં દૈનિક ૫૦,૮૦૦ ટન એક્ત્રિત પિલાણ-ક્રશિંગ ક્ષમતા છે.
કે. કે. બિરલા ગુ્રપ ભારતના ખાંડ ઉદ્યોગના ટોચના ૧૦માં સ્થાન ધરાવે છે, જેની પાસે ઉત્તર પ્રદેશમાં ૨૯,૩૦૦ ટીસીડી અવધ સુગર તરીકે અને બિહારમાં ૨૧,૫૦૦ ટીસીડી મગધ સુગર્સ તરીકે ક્ષમતા અને એક રિફાઈન્ડ સુગર ઉત્પાદન તરીકે લિસ્ટેડ છે. ભારતમાં બિહાર રાજ્ય હંમેશા ખાધ ધરાવતું રાજ્ય રહ્યું છે. ભારતમાં બિહાર ખાંડ મિલોને હંમેશા ભારતના અન્ય કોઈપણ રાજય કરતાં ખાંડનો સૌથી વધુ વેચાણ ભાવ પ્રાપ્ત થાય છે. મગધ સુગરને વર્ષ ૨૦૨૫-૨૬ની સંપૂર્ણ સીઝન માટે સરેરાશ રૂ.૪૧૨૫ ખાંડનો ભાવ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. મગધ એ ભારતના શેર બજારોમાં લિસ્ટેડ એકમાત્ર ગુ્રપ કંપની છે. બિહાર સુગર મિલોને નેપાળ અને બાંગ્લાદેશ માટે રોડ દ્વારા ખાંડ નિકાસ માટે ભૌગોલિક લાભો પણ છે.
ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ખાંડની મોસમ છે. ઓક્ટોબર ૨૦૨૫માં ઓપનીંગ સ્ટોક ૪૭ લાખ મેટ્રિક ટન રહ્યો હતો. ૨૦૨૫-૨૬માં ખાંડનું ઉત્પાદન ૨૯૪ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જેનાથી કુલ ખાંડ ૩૪૧ લાખ મેટ્રિક ટન ઉપલબ્ધ થશે. ૬ લાખ મેટ્રિક ટન નિકાસ અને ૨૮૮ લાખ મેટ્રિક ટન સ્થાનિક વપરાશની અપેક્ષા છે. ૧૧, નવેમ્બરે દિવાળી હોવાથી ૬૦ લાખ મેટ્રિક ટન જરૂરી ક્લોઝિંગ સ્ટોક સામે આ ફરી ૪૭ લાખ મેટ્રિક ટન ક્લોઝિંગ સ્ટોક રહેશે. તેથી, આંતરરાષ્ટ્રીય ખાંડ બજારો પાંચ વર્ષના નીચા સ્તરે હોવા છતાં, ભારતીય ખાંડ ક્ષેત્ર ૪૦ ટકા આયાત ડયુટી અને ૧૩ લાખ મેટ્રિક ટન ખાધ દ્વારા સુરક્ષિત છે. ભારત સરકારે શુક્રવારે સાંજે વધુ પાંચ લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસને મંજૂરી આપી છે, કારણ કે નેપાળ અને બાંગ્લાદેશ સિવાય કોઈ સમાનતા નથી, ફક્ત બિહાર ખાંડ મિલોને તેનો લાભ મળવાની શકયતા છે.
મગધ સુગર એન્ડ એનજીૅ લિમિટેડ, ખાંડ ઉદ્યોગમાં દાયકાઓના અનુભવથી લાભ મેળવતી પ્રતિષ્ઠિત કે.કે. બિરલા ગુ્રપ ઓફ સુગર કંપનીઓનો મુખ્ય ભાગ છે. મૂળ સ્વરૂપે ૧૯૩૨માં સ્થપાયેલા એકમોનું ૧૯, માર્ચ ૨૦૧૫ના રોજ વ્યુહાત્મક વિલીનીકરણ અને વિભાજન દ્વારા પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. કંપનીના મુખ્ય કાર્યો બાયોફ્યુઅલનો ઉપયોગ કરીને ખાંડ અને તેના બાય-પ્રોડક્ટસના ઉત્પાદન ઈથેનોલ અને બાયોફ્યુઅલનો ઉપયોગ કરીને પાવર કો-જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીના ચેરમેન ચંદ્રશેખર નોપાનીના નેતૃત્વ હેઠળ અને કુશળ અધિકારીઓની ટીમ દ્વારા સમર્થિત, કંપની સતત વૃદ્વિ અને અમલીકરણમાં શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. કંપની બિહારમાં ત્રણ અદ્યતન સુગર કોમ્પલેક્ષ ચલાવે છે. જેમાં નરકટિયાગંજ, સિધવાલિયા અને હસનપુર છે. કંપનીની સુવિધાઓમાં કુલ ૨૧,૫૦૦ ટીસીડીની ક્રશિંગ-પિલાણ ક્ષમતા, ૧૫૫ કેએલપીડીની ડિસ્ટિલરી ક્ષમતા અને ૩૮ મેગાવોટની પાવર કો-જનરેશન ક્ષમતા છે. કંપનીનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચર ટકાઉ કામગીરી શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્વતાને પ્રતિબિંબિત કરે છે.
સેગ્મેન્ટ મુજબ આવક ટકાવારી : સુગર ૭૪ ટકા, ઈથેનોલ ૧૯ ટકા, પાવર ૬ ટકા, અન્ય પ્રોડક્ટસ ૧ ટકા.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૭૫ કરોડ, અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૨ કરોડ, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૬ કરોડ મેળવી શેર દીઠ ત્રિમાસિક કમાણી-ઈપીએસ રૂ.૫૩.૯૪ અપેક્ષિત છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૩૨૯ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૨૫ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૬.૮૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૯૧ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૪.૫૭ અપેક્ષિત છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૪૨૫ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૬૦ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૪૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૫ અપેક્ષિત છે.
ઈબીટા : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૨૭ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૩૩ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૧૪ કરોડ
ઈબીટા માર્જિન : માર્ચ ૨૦૨૨ના ૧૨.૭૮ ટકા, માર્ચ ૨૦૨૩ના ૧૩.૯૧ ટકા, માર્ચ ૨૦૨૪ના ૧૯.૫૭ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૬.૧૬ ટકા
ચોખ્ખો નફો : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૬ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૦ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૬ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૯ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૯૧ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૨૦ કરોડ
નેટવર્થ : માર્ચ ૨૦૨૨ના રૂ.૫૯૮ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૬૩૯ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૭૪૬ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૮૧૪ કરોડ
શેર હોલ્ટિંગ પેટર્ન : પ્રમોટર કે.કે. બિરલા ગુ્રપ પાસે ૬૧ ટકા, એચએનઆઈઝ પાસે ૧૭ ટકા, કોર્પોરેટ પાસે ૯ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૧૧ ટકા અને અન્યો પોસ ૩ ટકા છે.
બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૨૦૧૯માં ૪:૧૦ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૨૮.૫૭ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૪૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૬૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૫૦ ટકા અને વર્ષ ૨૦૨૫માં ૧૨૫ ટકા.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૪૫૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૨૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૯૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૫૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૭૪૧
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૩૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૮૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૮૫
ઉદ્યોગની કંપનીઓ-પીઅર્સ પી/ઈ તુલના : બલરામપુર ચીની ૨૦, ધામપુર બાયો ૨૭, ત્રિવેણી એન્જિનિયરીંગ ૨૭, બન્નારી અમાન સુગર્સ ૩૪, ઈઆઈડી પેરી ઈનડિયા ૧૫,રાણા સુગર્સ ૧૫, મગધ સુગર ૨૦૨૬-૨૭ માટે ૫.૦૫
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)કે.કે.બિરલા ગુ્રપ કંપની, મગધ સુગર એન્ડ એનજીૅ લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૮૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૪૧ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર ત્રણ વર્ષના નીચા ભાવ નજીક રૂ.૪૨૯ ભાવે ઉદ્યોગના સરેરાશ ૧૭ના પી/ઈ સામે ૫.૦૫ના પી/ઈએ બુક વેલ્યુના ૦.૫૮ ગણા પર ઉપલબ્ધ છે.

















