![]()
Vadodara Accident : કલાલી ગામની ચાણક્ય નગરીમાં રહેતો લબર મુછીયો યુવક પાણીગેટ વિસ્તારમાંથી પૂર ઝડપે બાઈક લઈને પસાર થતો હતો. રોડ પર ટ્રાફિક ઓછો હોવા છતાં ઓવર સ્પીડિંગને કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા હવાના મશીન સાથે તે અથડાયો હતો. તેને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. તેનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈકના ફુરચેફૂરચા ઉડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ કલાલી ચાણક્ય નગરીમાં રહેતા 19 વર્ષના આદિત્ય પરમાર પોતાના કામ અર્થે પાણીગેટ વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા હતા. ફિલ્મની અસરતળે પોતાનું બાઈક ફુલ સ્પીડે ચલાવતા હતા. તેને કારણે સ્ટેરીંગ પરનો કાબુ આદિત્ય ગુમાવ્યો હતો. અને રોડ પરથી ફંગોળાયેલી બાઈક નજીકના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેને કારણે બાઈકનું કચુંબર થઈ ગયું હતું. અને કમકમાટી નીપજાવે તેવી હાલતમાં તેનું મોત થયું હતું. તેને કારણે ચાણક્ય નગરીમાં ગમગીની છવાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















