(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
ફેબુ્રઆરી,
૨૦૨૬માં ઘરેલુ વેચાણ અને આયાતમાંથી થતી આવક વધવાને કારણે કુલ જીએસટી કલેક્શન
૮.૧ ટકા વધીને ૧.૮૩ લાખ કરોડ રૃપિયા રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં
જણાવવામાં આવ્યું છે.
કુલ ડોમેસ્ટિક રેવન્યુ ૫.૩ ટકા વધીને ૧.૩૬ લાખ કરોડ રૃપિયા
જ્યારે કુલ ઇમ્પોર્ટ રેવન્યુ ૧૭.૨ ટકા વધીને ૪૭,૮૩૭ કરોડ રૃપિયા રહી છે. કુલ રિફંડ ૧૦.૨ ટકા વધીને ૨૨,૫૯૫ કરોડ રૃપિયા
રહ્યું છે.
કુલ નેટ જીએસટી ક્લેકશન ગયા વર્ષની સરખામણીમાં ૭.૯ ટકા
વધીને ૧.૬૧ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. નેટ સેસ રેવન્યુ ૫૦૬૩ કરોડ રૃપિયા રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબુ્રઆરીમાં નેટ સેસ રેવન્યુ ૧૩,૪૮૧ કરોડ રહી
હતી.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૫માં ૩૭૫ વસ્તુઓનાં જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો
હતો. આ ઉપરાંત ૫,૧૨,૧૮ અને ૨૮ ટકાનાં
જીએસટીનાં ચાર સ્લેબની જગ્યાએ પાંચ અને ૧૮ ટકા એમ બે સ્લેબ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેટલીક લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો માટે
મહત્તમ ૪૦ ટકાનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. જીએસટીનાં દરોમાં ઘટાડાને કારણે
શરૃઆતમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો જોવા
મળ્યો હતો.
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૃપિયા
રહ્યું હતું. જો કે ત્યારબાદ ડિસેમ્બરમાં વધીને ૧.૭૪ લાખ કરોડ રૃપિયા અને
જાન્યુઆરીમાં વધીને ૧.૯૩ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.
તમિલનાડુનાં જીએસટી ક્લેક્શનમાં ૬ ટકા, મધ્ય પ્રદેશનાં
ક્લેક્શનમાં ૮ ટકા, રાજસ્થાનનાં
ક્લેકશનમાં ૧ ટકાનો ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળનાં જીએસટી ક્લેક્શનમાં ૧ ટકા, હરિયાણામાં બે
ટકા, ઉત્તર
પ્રદેશમાં પાંચ ટકા, મહારાષ્ટ્રમાં
૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.















