• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

Load More

Gandhinagar News: ગાંધીનગર કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ચાર શખસ સામે ફરિયાદ નોંધાઈ છે. ઇન્ફોસિટી પોલીસ મથક મૃતકના પિતા પ્રવીણભાઈએ દાખલ કરેલી ફરિયાદમાં ચાર શખસોનો નામજોગ ઉલ્લેખ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ મૃતક ઋષભના સસરા ઓલખિતા છે. અને પૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક ટૉર્ચર કરવામાં આવતા ઋષભ અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનીષ ઉર્ફે સ્પલેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં ચક્રો ગતિમાન કર્યા છે. 

કારની ડેકીમાંથી સુસાઈડ નોટ મળી

ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત 12 જાન્યુઆરીના રોજ થયા હતા. 25 જાન્યુઆરીના રોજ તે સાઇટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો ન હતો.  આ દરમિયાનમાં 26 જાન્યુઆરીના રોજ યુવકની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના મોબાઈલ અને રોકડ રકમની સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. 28 જાન્યુઆરી યુવકનો મૃતદેહ ઘરથી 39 કિલોમીટર દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્ન જીવનના 13 જ દિવસમાં જુવાનધોધ યુવકનું મોત  થતાં પરિવાર આધાતમાં સરી પડ્યો છે.

ઋષભે લખેલી શબ્દ શ: સુસાઈડ નોટ 

‘હું પટેલ રૂષભ પ્રવિણભાઈ આજે તારીખ 25 જાન્યુઆરીના 6.20 વાગે મારા હોશો હવાસમાં જણાવું છું કે, કલ્પેશભાઈ (તલાટી) (૨હેઠાણ- ધ નેકસ્ટ, કેરાહેજા રોડ તથા મુખ્ય માણસ મનિષ સ્પલેન્ડર (નાના ચિલોડા શીખર બંગ્લોઝ) તથા ક્રિઝાલ બેવરલી તથા મહિપાલ બેવરલી. આ દરેક વસ્તુમાં હુ કંટાળ્યો છું, છેલ્લા છ દિવસથી મને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ (તલાટી) તથા મનિષભાઈ સ્પલેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરૂં છુ. આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જોઇએ. કેમ કે હું મારૂ જીવન વગર વાંકે પુરૂં કર્યું છે અને આ મારી આટલી ખરાબ દુવા લાગશે કે તમારી સાત પેઢી પર સુખ નહી જોવે અને આ લોકોને બહુ જ ખરાબ હાલત થવી જોઇએ. હેલી બેટા (પત્ની) ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે એમને સજા અપાવજે.

કલ્પેશભાઈ (તલાટી)એ અત્યાર સુધી શાંતિથી વાત પતાવી હોત તો અત્યારે બધુ પતી ગયું હોત. પરંતુ એમને મનિષભાઈ સ્પલેન્ડરને શું ક૨વા વચ્ચે લાવવા પડે? મને બજાર વચ્ચે માર્યો છે તો મને કોઇ વ્યવહારીક અધિકારીઆનો પી.એસ.આઈ, પી.આઈ હશે તો આમને બધાને બજાર વચ્ચે મારવામાં આવે તો મારી આત્માને શાંતિ મળશે. કેમ કે આ બધા ચિલોડામાં રહીને આજ ધંધો કરે છે. સારા માણસ છોકરાને જોઈને બસ મારી નાખવાની ધમકી આપે છે જેથી હુ કંટાળી આ પગલું ભરૂં છું. મામાને મારા તરફથી સતકેવલ સાહેબ, પપ્પાને જય વલ્લાવાળા દેવ, મમ્મીને જય વલ્લાવાળા દેવ, આર્યનને જય વલ્લાવાળા દેવ, હેલીને જય જોગણીમાં, દાદાને જય શ્રી રામ, દાદીને જય શ્રી રામ, હરી ઓમ’

ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ

-કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ

-મનીષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો)

-ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફે વિકમભાઇ પટેલ

-મહિપાલસિંહ

ચારેય આરોપીને ઝડપી લેવા તપાસ તેજ

ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ઋષભના સસરાને જાણે છે. રૂપિયાની લેવડ દેવડમાં તેઓ ઋષભને હેરાન કરતાં હતા. આરોપીઓમાંથી એક મનીષ ઉર્ફે સ્પલેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો ચારેય શખસોને ઝડપી લેવા યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

Next Post
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…
GUJARAT

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

Bihar Politics and Nitish Kumar News : બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર...

Read more

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In