![]()
૧૮
તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની બેઠક
સિંચાઇ, કૃષિ જણસોના ભાવ,
યુરિયા ખાતર સહિતના ખેડૂતોના પ્રશ્રો ભાજપ કે કોંગ્રેસે નહીં ઉકેલાતા
ખેડૂત પેનલ મેદાનમાં
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉદાસીનતાથી સિંચાઈ, કૃષી જણસોના ભાવ તથા
ખાતર જેવા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા મળતા મુળી તાલુકાના ખેડૂતોએ પોતાની જ ‘ખેડૂત પેનલ‘ બનાવી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો
હવે ભાજપ, કોંગ્રેસ અને આપ સામે ત્રિપાંખિયા જંગમાં ચોથો પક્ષ
બનીને મેદાને ઉતરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આ વર્ષે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મુશ્કેલી વધી શકે છે. ગત
ચૂંટણીમાં રાજકીય પક્ષોની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતોએ
જાગૃત થઈને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. મુળી તાલુકા પંચાયતની ૧૮ અને જિલ્લા
પંચાયતની ૩ બેઠકો પર ‘ખેડૂત પેનલ‘ બનાવીને
ઉમેદવારો મેદાનમાં ઉતારશે.
ખેડૂતોમાં
રોષ છે કે વર્ષોથી સિંચાઈના પાણી,
ખેત પેદાશોના પૂરતા ભાવ અને ખાતર-બિયારણની અછત જેવા પાયાના પ્રશ્નો
ઉકેલવામાં ભાજપ, કોંગ્રેસ, આપે રસ
દાખવ્યો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆતો સાંભળતા ન હોવાથી ખેડૂત આગેવાનોએ બેઠક
યોજી જ્ઞાાતિ-જાતિના સમીકરણોથી ઉપર ઉઠીને એક થઈ ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આ
નવી રણનીતિથી સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાપિત રાજકીય પક્ષોના ગણિતો બગડવાની શક્યતા
છે.














