- વિજ્ઞાન જાથા પાખંડ, અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે… વિજયભાઈ રૂપાણી
- વૈજ્ઞાનિક પદ્ધતિથી, હોળીનું પ્રાગ્ટય આગવી પ્રતિભા… ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન
- ૨૧ મી સદીમાં મુર્હુત, ચોઘડીયાને તિલાંજલિ આપો… જાથા જયંત પંડયા
- દેશભરમાં લોકોએ જ્યોતિષને કોરાણે મુકી હોળીનું પ્રાગ્ટય કર્યું
- જીવનનગરમાં સંગીત સંધ્યાએ લોકોના દિલ જીતી લીધા. ભા.જ.૫. ના
- હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી.
- આવતા વર્ષથી હોલિકા દહનનું સંચાલન બ્રહ્મ બાલાજી ગ્રુપ સંભાળશે.
- ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ નાગરિક જાગૃત મંડળ, મહાદેવ ધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિજ્ઞાન જાથા પાખંડ, અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે તેની છણાવટ કરવામાં આવી હતી. પાણીની અંજલિ છાંટી વૈજ્ઞાનિક પદ્ધતિથી હોળીનું પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું. જીવનનગર ચોકમાં માનવ મહેરાણ ઉમટી પડયું હતું. ગાંધીગ્રામ પોલીસે વિશેષ બંદોબસ્ત ફાળવ્યો હતો.
સૌ પ્રથમ હોળીનું પ્રાગ્ટય પાણીની અંજલિ છાંટી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન કરતાં અગ્નિની જવાળાઓએ વિશેષ આર્કષણ ઉભું કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.૫. ના ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, વોર્ડના નગરસેવકો નિરૂભા વાઘેલા, ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન ચેતનભાઈ સુરેજા, શ્રીમતિ જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, ઉપપ્રમુખ કેતનભાઈ મકવાણા, મંત્રી વિપુલભાઈ પંડયા, ઓ.બી.સી. ને રણજીતભાઈ ગોહેલ, ભારતીબેન જાની, મયુરીબેન પટેલ, મેઘાબેન વૈષ્ણવ, સંગીતાબેન ચૌહાણ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, ભાવેશ બુંદેલા, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, શબ્બીરભાઈ ધનાણી, વિવેકભાઈ રાવલ સહિત આગેવાનોએ હાજરી આપી હતી. હોળીની પ્રદક્ષિણા ફરી રહીશોને ત્યૌહારની શુભેચ્છા પાઠવી હતી.
રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રહીશો સાથે હોળીની પ્રદક્ષિણા કરી રહીશોને ત્યૌહારની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે રાજય-કેન્દ્ર સરકાર પ્રગતિશીલ કામોની વિગત આપી હતી. લોકોના ઉત્કર્ષ માટે સરકાર કાયમ ચિંતિત છે. દેશે હરણફાળ પ્રગતિ કરી છે. ભા.જ.૫. ના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. આ તકે તેમણે વિજ્ઞાન જાથા પાખંડ-અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, ઢોંગીઓનો પર્દાફાશ કરે છે, નાગરિક ધર્મ બજાવે છે. જાથાને લોકોનો ટેકો છે તે આપણે સૌ જોઈ શકીએ છીએ. ઉત્સવ-ત્યૌહાર સમાજનું અંગ હોય જાથા તે પ્રકારે કામ કરે છે તેને અભિનંદન પાઠવું છું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ સંગીત સંધ્યાના કલાકારોને વિવેકાનંદજીની મૂર્તિ આપી તેના વિચારો, કાર્યો, દેશપ્રેમ ફેલાવા માટે ગ્રુપના જીગીશાબેન રાવલ, મયુરીબેન ભાલારા, મીતાબેન બલદેવ, નેહાબેન મહેતા, મુન્નાભાઈ ઠક્કર, વિપુલભાઈ બલદેવ, સંજીવભાઈ પટેલ, અમિતભાઈ રાવલ, વિવેકભાઈ રાવલ તથા સુર સનમ ઓરકેસ્ટ્રાના શબ્બીરભાઈ ધાનાણી, સાધનાબેન સંધી, શાકીરભાઈ કુરેશી અને ફૈઝલભાઈનું બહુમાન કર્યું હતું.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે વૈજ્ઞાનિક પદ્ધતિથી હોળીનું પ્રાગ્ટય સવિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. સમિતિ વર્ષોથી આ વિસ્તારમાં અનેક પ્રકારની પ્રવૃતિ કરે છે. રાજયમાં આગવું સ્થાન છે. સમિતિના લીડર જયંત પંડયાની કાર્ય પદ્ધતિ બધાને સાથે રાખી કામ કરે છે તેથી સફળતા મળે છે. મારા સહિત બધા ભા.જ.૫. ના હોદ્દેદારોને આ વિસ્તારમાં હાજરી આપવી ગમે છે તેના કારણમાં સમયબદ્ધ કાર્યક્રમો હોય છે. હોળી-ધુળેટી ત્યૌહારની રહીશોને શુભેચ્છા પાઠવી હતી. ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, શ્રીમતિ જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ જાથા, સમિતિનો પરિચય આપતા જણાવ્યું કે આજે દેશભરમાં લોકોએ જયોતિષને કોરાણે મુકી હોલિકા દહન કર્યું હતું. ૨૧મી સદીમાં જયોતિષના ભદ્રાકાલ-ભદ્રાવિષ્ટિ જેવા ગતકડાઓને ફગાવી લોકોએ આનંદ-ઉલ્લાસથી ત્યૌહાર મનાવ્યો હતો. આગાહી કરનારા જયોતિષીઓને તમાચો માર્યો હતો. ત્યૌહાર વખતે જયોતિષના ફળકથનોને લોકોને જરૂર નથી તેવી આલબેલ આપી હતી. આગાહી કરનારાને સુધરી જવા ચેતવણી આપી હતી. રાત્રિના ૧૧ ને ૧૫ મિનિટે હોળીનું પ્રાગ્ટય કરવું તેવી સલાહને લોકોએ દફનાવી હતી. દેશમાં જયોતિષીઓમાં મતમતાંતર આંખે વળગે છે. જયોતિષ ઉપર શ્રધ્ધા એટલે બરબાદી–પાયમાલીને આમંત્રણ છે તેવો સુર વ્યકત કર્યો હતો. મુર્હુત, ચોઘડીયા માત્ર ગતકડા સાથે નર્યું તુત છે. કુદરતના નિયમોમાં બધા દિવસો-સમય સારા છે. દ્રઢ મનોબળ રાખવા સંબંધી દ્રષ્ટાંતો આપ્યા હતા.
જાથાના જયંત પંડયાએ આગામી વર્ષથી હોલિકા દહન ત્યૌહારનું સંચાલન બ્રહ્મ બાલાજી ગ્રુપના કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, હિતેષભાઈ પંડયા, વિપુલભાઈ પંડયા, ભાવેશ બુંદેલા, અશોકભાઈ વાઘેલા, તેની ટીમને સુપ્રતની જાહેરાત કરી હતી. આ વર્ષે સુંદર કામગીરી માટે અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટને બિરદાવ્યા હતા.
સંગીત સંધ્યાના કલાકારોએ ત્રણ કલાક સુધી જુના-નવા ગીતો પીરસીને લોકોના દિલ જીતી લીધા હતા. જીગીશા રાવલને વિશેષ કદર કરવામાં આવી હતી. સંચાલન નેહા મહેતાએ કર્યું હતું. રહીશોએ હોળી-ધૂળેટી પર્વ ભાઈચારા, પ્રેમ-લાગણીના પ્રતિક સાથે માનવ સેવાના સુત્રને ધ્યાનમાં રાખી ઉજવણી કરી હતી.
હોળી-ધુળેટી પર્વની સફળતા માટે સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ વિનોદરાય ભટ્ટ, પંકજભાઈ મહેતા, કેતનભાઈ મકવાણા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા, જયોત્સનાબેન પુરોહિત, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ, રેખાબેન વાઢેર, જયશ્રીબેન મોડેસરા, વાસંતીબેન ત્રિવેદી, ભારતીબેન રાવલ, બીનાબેન પરમાર સહિત બહેનોએ ભાગ લીધો હતો.
ફોટો તસ્વીર : હોળીનું પ્રાગ્ટય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાવતા જાથાના જયંત પંડયા, બાજુમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ભા.જ.૫. ના હોદ્દેદારો નજરે પડે છે. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગ્રુપના સદસ્યોનું સન્માન કરી ઉદ્દબોધન આપે છે.