![]()
Vadodara Accident : વડોદરાના બીલ ગામની અર્બન રેસીડેન્સીમાં રહેતા ખુશ્બુબેન રાજેશભાઈ ગોલારાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું અલ્કાપુરીમાં આવેલી કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું. ગઈકાલે મારી નાની બહેન નિધિના શેઠ લખન મોઢવાણીના પુત્ર રાહુલના દુમાડ ચોકડી પાસે લગ્ન હતા. જેથી હું મારા ઘરેથી રાત્રે 8:30 વાગે એક્ટિવા લઈને મારી માતા તથા નાની બહેન નિધિ સાથે લગ્નમાં ગઈ હતી. રાત્રે 11:15 વાગ્યે જમીને અમે લોકો પરત નિકળ્યા હતા.
આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસેથી એક પાર્સલ લેવાનું હોય તે પાર્સલ લઈને અમે ઘરે જઈ રહ્યા હતા. આજવા રોડ રામપાર્કના નાકા પાસેથી રોંગ સાઇડ એક કાર ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને અમારા ટુ વ્હીલરને ટક્કર મારતા અમે ત્રણેય જણા રોડ પર ફંગોળાઈને પડી ગયા હતા. મને માથામાં ડાબી બાજુએ ડાબા પગ પર તથા મારી માતાને જમણી આંખની ઉપરના ભાગે અને કપાળ પર ઈજા થઈ હતી. લોકો ભેગા થઈ જતાં કાર ચાલક કાર છોડીને ભાગી ગયો હતો. બાપોદ પોલીસે કારના નંબરના આધારે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.















