Vadodara Gambling Raid : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં સૂર્ય નગરની ગલીમાં ચાલતા જુગાર ધામ પર પાણીગેટ પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ ઉપરથી 15 જેટલા ખેલી આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે 15 મોબાઇલ અને રોકડ રકમ મળી 1.09 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતાં. તે દરમ્યાન પોલીસને બાતમી હકીકત મળી હતી કે ગાજરાવાડી સુર્યાનગરની ગલીમાં સાંઇનગરમાં આવેલ શ્યામભાઇ સરોજના મકાનના પહેલા માળે કેટલાક ઇસમો જુગાર રમે છે. જેનાં આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેઈડ કરી હતી ત્યારે મકાનની બહાર આવેલ ઓરડીના આગળના ભાગે આવેલ ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતા જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી કુલ 15 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા જુગારીઓની અંગ જડતી કરી હતી ત્યારે તેમની પાસેથી 15 મોબાઇલ અને રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ રૂપિયા 1.09 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા જુગારીઓના નામ સરનામા
(1) ત્રિભુવન લાલચંદ્ર સરોજ (રહે-હનુમાન ટેકરી, ઓમ વિદ્યાલયની બાજુમાં, ડભોઈ રોડ, વડોદરા શહેર)
(2) વિનોદ મખનલાલ સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર, ક્રિષ્ણા હાઇટ્સ પાછળ, ગાજરાવાડી, વડોદરા શહેર, મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(3) રોહિત રામરાજ બિંદ (રહે-શાંતિનગર, એચ.પી.પેટ્રોલ પંપની સામે, ગણેશનગર, વડોદરા શહેર, મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(4) વિરેન્દુ લહુટી (રહે-સાંઈનગર સુર્યાનગર, ક્રિષ્ણા હાઇટ્સ પાછળ, ગાજરાવાડી, વડોદરા શહેર, મુળ રહે-થલોઈ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(5) વિનોદ સુર્યભાન બિંદ (રહે-શાંતિનગર, એચ.પી.પેટ્રોલ પંપની સામે, ગણેશનગર, વડોદરા શહેર, મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(6) શિવમ દિનેશ સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ, ગાજરવાડી વડોદરા શહેર, મુળ રહે-પુર રામદેવ, ગામ તા-બદલાપુર જી-જૌનપુર ઉતરપ્રદેશ)
(7) શિવરાજ ધર્મરાજ બિંદ (રહે-વિશ્વકર્માનગર, ગણેશનગર પાસે, ડભોઈ રોડ, વડોદરા શહેર, મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)
(8) અમરબહાદુર અમરેશ બિંદ (રહે-શાંતિનગર, એચ.પી.પેટ્રોલ પંપની સામે, ડભોઈ રોડ, વડોદરા શહેર, મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલી શહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)
(9) સંતોષકુમાર શિવરામ બિંદ (રહે-શાંતિનગર, એચ.પી.પેટ્રોલ પંપની સામે, ડભોઈ રોડ, વડોદરા શહેર, મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)
(10) નિલેશ અભેરાજ ગુપ્તા (રહે-હનુમાન ટેકરી, ડભોઈ રોડ, વડોદરા શહેર, મુળ રહે-ભરવપુર ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(11)સુરજ કિશુનચંદ્ર સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર, ક્રિષ્ણા હાઇટ્સ પાછળ, ગાજરાવાડી, વડોદરા શહેર, મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(12) વિશાલ જનાર્દન સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર, ક્રિષ્ણા હાઇટ્સ પાછળ, ગાજરાવાડી, વડોદરા શહેર મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)
(13) વિજય શિવકુમાર સરોજ (રહે-શિવનગર, સુએઝ પંપીંગ રોડ, ગાજરાવાડી, વડોદરા શહેર, મુળ રહે-બૈજલપુર ગામ, તા-પટ્ટી જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ)
(14) અજયભાઈ માનીકચંદ સરોજ (રહે-વિજયવાડી, કાલકા મંદિર પાસે, સોમા તળાવ બ્રીજ નીચે, વડોદરા શહેર મુળ રહે-પનીકપુરા ગામ તા- મહારાજગંજ જી-જૌનપુર ઉતરપ્રદેશ)
(15) રાહુલ રાજેન્દ્રપ્રસાદ બિંદ (રહે-હનુમાન મંદિર પાસે, હનુમાના ટેકરી ડભોઈ રોડ, વડોદરા શહેર, મુળ રહે-પુરારામદેવ પોસ્ટ-મિતાવા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)















