• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

Load More

Vadodara Corporation : એક તરફ કર-દર વધાર્યા વિનાનું બજેટ રજૂ કરાયું પરંતુ લાગતોમાં દરમાં વધારો કરી કરોડોની આવક રળી લેવાશે સફાઈનો વહીવટી ચાર્જમાં વિવિધ નગરગૃહ-કોમ્યુનિટી હોલના ભાડા, ડિપોઝિટની રકમમાં તેમજ સ્વીમરોની ફી, રસ્તો તોડવાની પરવાનગીન દર, પાણી, ડેનેજના કનેક્શનના દર અને પીવાના પાણીના ટેન્કરનો ભાવ બમણો થશે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અને વર્ષ 2025-26નું રિવાઇસ બજેટ રજૂ કર્યું હતું. ચાલુ વર્ષે ચૂંટણી હોવાના કારણે વધારાના કોઈ ક૨, દર લાગુ કરવામાં આવ્યા ન હતા. પરંતુ બીજી તરફ પાલિકાએ કેટલીક લાગતોમાં વધારો કરી આડકતરી રીતે આવક વધારવાના પ્રયાસ કર્યા છે. તો આ સાથોસાથ ગવર્મેન્ટ સેસ અંતર્ગત મંજૂરી વખતે કેટલીક નવી લાગતો લાગુ કરવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ સેસ હેઠળ દસ લાખ કે તેથી વધુ બાંધકામ ખર્ચ હોય તો વિકાસ પરવાનગી સમયે રૂપિયા 100 અને પ્રતિ ચોરસ ભરપાઈ કરવાના રહેશે તથા બાંધકામ ખર્ચ (ફોર્મ 2ના આધારે)ના એક ટકા ગવર્મેન્ટ સેસની તફાવતની રકમ બી.યુ. (ઓ.સી.) સર્ટિફિકેટ પહેલા વસૂલ કરવામાં આવશે. મટીરીયલ ચાર્જ પ્રત્યેક માળના રૂપિયા 1500 લેખે વસૂલવામાં આવશે. તેવી જ રીતે બિલ્ડીંગ પરમિશન ફી હેઠળ વિકાસ પરવાનગીની રકમ હેઠળ 1. જો 50 લાખથી વધુ અને બે કરોડ સુધી હોય તેવા કિસ્સામાં મહત્તમ બે વર્ષના ચાર હપ્તા, 2. વિકાસ પરવાનગીની કુલ રકમ રૂ.2 કરોડથી વધુ હોય તો તેવા કિસ્સામાં મહત્તમ ત્રણ વર્ષના 6 હપ્તા. – ઉપરોક્ત એક અને બે પ૨ 10% વ્યાજ +2% વહીવટી ચાર્જ આપવાનો રહેશે તથા ઉપરોક્ત સમયગાળા પહેલાં કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવામાં આવે તો વિકાસ પરવાનગીની તમામ લાગતો ભરપાઈ કરવાની રહેશે વિકાસ પરવાનગી સમયે કુલ રકમના 20 ટકા રકમ ભરપાઈ કરવાની રહેશે. ચેક બાઉન્સ થયાના કિસ્સામાં વિલંબિત વસુલાત બદલ નિયમ મુજબ વ્યાજ વસૂલવાનું રહેશે.

આ ઉપરાંત વોર્ડ કક્ષાએ જે લાગતો વધારવામાં આવી છે તેમાં વોટર કનેક્શન રહેણાકમાં ફોર્મ ફી 100થી વધારી રૂપિયા 300 કરાઈ છે. અડધાના કનેક્શન માટે રૂપિયા 500ની જગ્યાએ 750, પોણાના કનેક્શન માટે રૂપિયા 750ના રૂપિયા 1000 અને એકના કનેક્શન માટે 1000ના રૂપિયા 1,500 વસૂલાશે. જ્યારે કોમર્શિયલમાં ફોર્મથી રૂપિયા 200ની જગ્યાએ 500, અડધાના કનેક્શન માટે રૂપિયા 1500ની જગ્યાએ 2500, પોણાના કનેક્શન માટે રૂપિયા 2000 રૂપિયા 3500 જ્યારે એકના કનેક્શન માટે રૂપિયા 2500ના બેવડા કરી રૂ.5,000 વસૂલવામાં આવશે. ટેમ્પરરી પાણી કનેક્શન બંધ કરવા કે ખોલવા માટે રૂપિયા 2000ની જગ્યાએ રૂપિયા 2500, કાયમી કનેક્શન બંધ કરવા માટે રૂપિયા 2000ની જગ્યાએ રૂપિયા 2500, વહીવટી ખર્ચ રૂ.200ની જગ્યાએ રૂપિયા 350 અને વોટર કનેક્શન નામ ટ્રાન્સફર ફી રૂ.750ની જગ્યાએ રૂપિયા 1000 વસૂલાશે. પાણીની લાઈન ફાળો રૂપિયા 10000ની જગ્યાએ રૂ.15,000, બિન રહેણાકમાં રૂ.20000ની જગ્યા 30,000 લાગુ કરાશે. ડ્રેનેજ લાઈન ફાળો રહેણાંકમાં રૂ.10,000ની જગ્યાએ રૂ.15,000, બિન રહેણાંકમાં રૂ.20,000ની જગ્યા રૂ.30000 લાગુ થશે. હોટલોમાં ચેમ્બર જોડાણમાં સ્ટાર વગરની હોટલ માટે રૂપિયા 11,000 ની જગ્યાએ રૂપિયા 15000 થ્રી સ્ટાર હોટેલ માટે રૂપિયા 25,000 ની જગ્યાએ રૂપિયા 30,000 અને 20,000 થી ઉપરની હોટલો માટે રૂપિયા 70,000 85 હજારની લાગત વસૂલાશે.

પાલિકાએ વિવિધ ટાઉનહોલ અને નગર ગૃહના ભાડા અને લાગતોમાં પણ વધારો કર્યો છે. જેમાં સર સયાજીરાવ નગર ગૃહના ભાડા પ્રથમ શિફ્ટમાં રૂપિયા 4000થી વધારી રૂપિયા 4500, રજાના દિવસે રૂ.4500ની જગ્યાએ રૂ.5,000, બીજી શિફ્ટ માટે રૂપિયા 5,000ના 5500, રજાના દિવસે રૂ.6,000ના 6500, ત્રીજી સિફ્ટના રૂપિયા 7000ની જગ્યાએ રૂપિયા 7500 અને રજાના દિવસો રૂપિયા 8500ની જગ્યાએ 9000 તથા રિહર્સલના રૂપિયા 3500ની જગ્યાએ રૂપિયા 4000 અને ફાયર ચાર્જીસ રૂપિયા 2500ની જગ્યાએ રૂપિયા 3000 કરી દેવામાં આવશે. પંડિત દિનદયાળ નગર ગૃહ અને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીના ભાડા, ડિપોઝિટની રકમ પણ વધારી દેવામાં આવી છે. એમ્ફી થિયેટરનું ભાડું શાળાના કાર્યક્રમ માટે રૂપિયા 600ની જગ્યાએ 1500 જ્યારે અન્યોના કાર્યક્રમ માટે રૂ.3,000 યથાવત રાખવામાં આવ્યું છે. અહીં કેમેરા અને વિડીયો ફી રદ કરી દેવામાં આવી છે. સયાજીબાગ અતિથિગૃહ એક અને બેનું ભાડું રૂ.5,000થી વધારી રૂપિયા 6,000, છત્રપતિ શિવાજી મહારાજ અતિથિગૃહનું ભાડું રૂપિયા 8,000થી વધારી રૂપિયા 9000, જ્યારે અકોટા અતિથીગૃહનું ભાડું રૂપિયા 12000થી વધારી રૂપિયા 14000 કરાશે. ડિપોઝિટ રૂ.10,000 અને 20,000 યથાવત રખાઇ છે. નવીન શરૂ કરાયેલ મકરપુરા કોમ્યુનિટી હોલનું ભાડું રૂપિયા 25,000 અને તેની ડિપોઝીટ રૂ.30,000 નક્કી કરવામાં આવી છે. અકોટા સ્ટેડિયમનું ભાડું રૂપિયા 2000ની જગ્યા 4000, સંસ્થા દ્વારા બિન કોમર્શિયલ માટે રૂપિયા 15,000ની જગ્યાએ 20000 અને સંસ્થા દ્વારા કરતા કોમર્શિયલ ઉપયોગ માટે રૂપિયા 60,000ની જગ્યાએ રૂપિયા 70,000 થશે. 

ફાયર બ્રિગેડની ટેન્કરોમાં પંપ વગરની ટેન્કર માટે રહેણાંકમાં રૂપિયા 300ની જગ્યાએ રૂપિયા 600 અને પંપવાળી ટેન્કર માટે રૂપિયા 400ની જગ્યાએ 750 વધુલાશે. પાણી પુરવઠાના પ્લમ્બર લાઇસન્સની ફી તથા ડ્રેનેજ પ્લમ્બિંગ લાઇસન્સ ફી નવીનમાં રૂપિયા 10,000થી વધારી રૂપિયા 11000 જ્યારે ફલો ટેસ્ટ રિપોર્ટ માટે રૂપિયા 10,000થી વધારી રૂપિયા 15000 કરી દેવાયા છે. સ્ટાફ વિદ્યાર્થીઓ સભાસદો તથા ન્યુ પેન્શનરો માટે સ્વીમીંગ પુલની માસિક ફી રૂ.250ની જગ્યાએ રૂ.300 થશે. રસ્તા તોડવાની લાગતમાં ડામરના રસ્તામાં રહેણાંકમાં લાગત રૂપિયા 5000 ની જગ્યા 10,000 બિનારકમાં રૂપિયા 7500 ની જગ્યા 15000, વગર પરવાનગીએ રોડ ખોદાણ કરનારની પેનલ્ટી યથાવત રાખવામાં આવી છે. વેન્ડર રજીસ્ટેશન ફી ગુજરાતની કંપની માટે રૂપિયા 18,750ની જગ્યાએ રૂપિયા 25000 અને ગુજરાત બહારની કંપનીઓ માટે રૂપિયા 62,500ની જગ્યાએ રૂ.80000 કરાશે. સફાઈ પેટેનો વહીવટી ચાર્જ શાળા માટે રૂપિયા 1500 હતો તે વધારીને રૂ.2,000, અન્ય માટે રૂપિયા 2500ના રૂપિયા 3000 જ્યારે કોમર્શિયલમાં રૂપિયા 6,000ની જગ્યા 10,000 કરાશે.

Next Post
અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો | Naranpura …

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં ચોરી, હવા પ્રદૂષણ માપવાનું યંત્ર પણ ઉઠાવી ગયા તસ્કરો | Naranpura ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…
GUJARAT

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

Congress Announces 6 Rajya Sabha Candidates : રાજ્યસભાની આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. દેશના 10 રાજ્યોની 37...

Read more

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In