• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

satyasamachar by satyasamachar
January 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

Load More

India-Bangladesh Controversy : હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીના મામલે ભારતને ચેતવણી આપી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું છે, જેના કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સામે સખત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો છે. ઢાકાએ આ મામલે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કરતા ભારત સરકારને ચેતવણી આપી છે.

યુનુસ સરકારે હસીના પર હિંસા ભડકાવવાનો આક્ષેપ કર્યો

બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ‘માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલા શેખ હસીનાએ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્તમાન સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી. હસીનાએ તેમના સમર્થકો અને સામાન્ય જનતાને હિંસા તેમજ આતંકવાદ માટે ઉકસાવ્યા છે, જે બાંગ્લાદેશની શાંતિ, સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે.’

ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર 

બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને ગયા વર્ષે જ આ તારીખોની જાહેરાત કરી હતી. વચગાળાની સરકારનું માનવું છે કે, શેખ હસીનાના આવા ભડકાઉ નિવેદનો આગામી ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના ષડયંત્રનો એક ભાગ છે.

બાંગ્લાદેશે ભારત પર નિશાન સાધ્યું

ઢાકાએ ભારત પર નિશાન સાધતા કહ્યું છે કે, ‘વારંવારની વિનંતીઓ અને દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં ભારતે શેખ હસીનાને સોંપ્યા નથી. તેના બદલે તેમને ભારતીય ધરતી પરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બોલવાની મંજૂરી આપી છે, જે સાર્વભૌમત્વ અને સારા પડોશી સંબંધોના સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેનાથી અમારી જનતાનું અપમાન થયું છે.’

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ હત્યા! ગેરેજમાં સૂતા યુવકને જીવતો સળગાવી દીધો

…તો ભારત સાથે સંબંધો જાળવી રાખવા મુશ્કેલ

બાંગ્લાદેશ સરકારે ચેતવણી આપી છે કે, આ ઘટના ભારત-બાંગ્લાદેશના સંબંધો માટે એક ખતરનાક ઉદાહરણ સાબિત થઈ શકે છે. જો ભારત સરકાર આવા નિવેદનો રોકવામાં નિષ્ફળ રહેશે, તો ભવિષ્યમાં ચૂંટાયેલી નવી સરકાર માટે ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે શેખ હસીનાની સરકાર પડ્યા બાદ હાલમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર દેશનો વહીવટ સંભાળી રહી છે.

આ પણ વાંચો : બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો: શું ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો?

Next Post
છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ નો શુભારંભ  કરાશે શક્તિદ્વાર થી નિશાન યાત્રા નગર ભ્રમણ કરી મૈત્રી સોસાયટી સ્થળે પહોંચશે…. મોટા...

Read more

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In