![]()
વડોદરા,આજવારોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી સાથે શરીર સંબંધ બાંધનાર યુવકની વારસિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આજવારોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને કિશનવાડી ચોપ્પન ક્વાટર્સમાં રહેતા ૨૦ વર્ષના દિપક રામુભાઇ તડવીએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવકે કિશોરી સાથે છ થી સાત વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગે કિશોરીના પરિવારને જાણ થતા તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપી દિપક તડવીની ધરપકડ કરી છે. દિપક છૂટક મજૂરી કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.















