![]()
વડોદરા,ડભોઇરોડ પર રહેતા દંપતી વચ્ચે નજીવી બાબતે તકરાર થતા આવેશમાં આવીને સગીર વયની પત્નીએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. જ ેઅંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામે રહેતો યુવક દોઢ વર્ષ પહેલા તેના જ ગામની સગીરાને ભગાડીને વડોદરા આવી ગયો હતો. તેઓ પતિ પત્ની તરીકે રહેતા હતા. સંતાનમાં ૧૧ મહિનાનો પુત્ર પણ છે. ગઇકાલે તેઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થતા પતિ પુત્રને લઇને બહાર જતો રહ્યો હતો. થોડીવાર પછીપતિ આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. તેણે દરવાજો ખખડાવ્યો હતો. પત્નીએ દરવાજો નહીં ખોલતા દરવાજો તોડીને જોયું તો તેણે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક સગીર વયની હોઇ એ.સી.પી. જી.ડી. પલસાણાએ તપાસ હાથ ધરી છે.















