![]()
Stock Market Crash: ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી 91.94 પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન રૂપિયો 0.34 ટકા જેટલો જ્યારે ચાલુ સપ્તાહમાં 1.18 ટકા અને મહિનામાં 2.3 ટકા જેટલો ઘટી ગયો છે.
24 શેરોમાં ભારે ઘટાડો
આજે શુક્રવારે સેંકસેક્સ 700 અંક તૂટીને 81,537 તો નિફ્ટી 241 અંક તૂટીને 25048 અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં 700 અંકનો ઘટાડો જોવા મળ્યો, જેથી રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું, BSE માર્કેટ કેપ 458.50 લાખથી ઘટીને 451.56 પર આવી ગયું, BSEના 30માંથી 6 શેરોને છોડીને બાકીના 24 શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો, સૌથી વધારે ઘટાડો ઝોમેટો, ઈન્ડિંગો અને બજાજ ફાઈનાન્સ જેવા શેરોમાં જોવા મળ્યો.
વિદેશી રોકાણકારોએ માહોલ બગાડ્યો
શેર બજારમાં આજે 328 જેટલા શેર છેલ્લા 52 સપ્તાહના સૌથી નીચા સ્તરે રહ્યા જ્યારે 69 શેર આજે છેલ્લા એક વર્ષની સરખામણીએ રેકોર્ડ હાઇ રહ્યા, જો શેર બજારમાં આવેલા ઘરખમ ઘટાડાના કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો હાલ નફો બુક કરી રહ્યા છે, NSEના આંકડાઓ પ્રમાણે, વિદેશી સંસ્થાકીય રોકાણકાર (Foreign Institutional Investors, FIIs)એ છેલ્લા શત્રમાં 2,144.06 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જેનાથી વિરુદ્ધમાં ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ (Domestic Institutional Investors, DIIs)એ 3,877.78 કરોડ રૂપિયાના શેર ખરીદી શેર બજારને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: યુએસ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટેની એપ્સ આ દેશમાં એપ સ્ટોર પર છે ટોચ પર, જાણો માહિતી…
માર્કેટ નિષ્ણાંત અનુસાર, હાલમાં નિફ્ટી 25 હજારના સ્તર પર મજબૂતીથી ટકી રહ્યો છે, વૈશ્વિક ભૂ-રાજનૈતિક તણાવના કારણે શેર બજાર પર દબાણ વધ્યું છે, વિદેશી રોકાણકારો તેમના પોર્ટફોલિયો બદલી રહ્યા છે, જેના કારણે શેર બજાર આજે ક્રેશ થઈ છે. ઉપરાંત અનેક કંપનીઓના પરિણામો રોકાણકારોને આકર્ષી રહ્યા નથી. વિદેશી રોકાણકારોએ કરેલી વેચવાલીને કારણે રૂપિયો 0.30 પૈસા નબળો પડ્યો, હાલ વૈશ્વિક અનિશ્ચિતાઓને કારણે બજારમાં રોકાણકારો સતર્કતા દાખવી રહ્યા છે.
















