• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અ…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

Load More

Jamnagar : જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા) ના ઉપક્રમે યોજાયેલા દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગ મહામાળાનું શુક્રવારે સમાપન થયું છે. આ યજ્ઞમાળાએ ઈતિહાસ રચ્યો છે. કળિયુગમાં સૌ પ્રથમ વખત યોજાયેલા કોટિ રૂદ્રયાગમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ આહુતિ વડે સનાતન ધર્મના ઉત્કર્ષ તેમજ બ્રહ્મદેવતા-ભૂદેવોમાં દિવ્યતા વ્યાપક બનાવવાની કામના વ્યક્ત કરવામાં આવી હતી. 

હાપા-જામનગરના પ્રખર શિવભક્ત અને બ્રહ્મસમાજપ્રેમી શ્રી હર્ષદભાઈ ગુણવંતરાય વ્યાસ પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઇન્ડિયા) ના નેજા હેઠળ દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગનું તા.19થી 27 ફેબુઆરીના નવ દિવસોએ આયોજન કરાયું હતું. જેની ભારતવર્ષમાં વિદ્યમાન બારેય જ્યોતિર્લિંગના સ્થળોએ એકજ દિવસોએ સમાંતર યજ્ઞમાળા રચવામાં આવી હતી. બારેય જ્યોતિલિંગના પાવન સ્થાનકે મળી કુલ 108 કુંડી હોમાત્મક યજ્ઞ યોજાયા હતા. જેમાં રૂદ્રસૂક્તના ‘નમસ્તે પાઠ’ થકી આહુતિઓ અર્પિત કરવામાં આવી હતી. જેની સંખ્યા કોટિ રૂદ્રયાગથી પણ વિશેષ ત્રણ કરોડ ઉપરાંતની થવા પામી છે.

ગત શુક્રવારે સાંજે નિર્ધારિત કાર્યસૂચિ અનુસાર દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર સહિત બારેય જ્યોતિર્લિંગમાં યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓના ઉતરપૂજન-ચંડીપાઠ-બલિદાન આપી પૂર્ણાહુતિ બિડું હોમી કોટિ રૂદ્રયાગને વિરામ અપાયો હતો. બારેય જ્યોતિલિંગમાં એક હજાર બસો જેટલા ભૂદેવ દંપતીઓ તેમજ જામનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી, ભાવનગર, વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ રાજ્યોના શિવભક્તોએ સહયજમાનપદે જોડાઈને યજ્ઞને સફળતા અપાવી ‘લઘુ ભારતવર્ષ’ સર્જ્યું હતું.

આ યજ્ઞમાળાનું સંયોજન સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ નિર્ધારિત થયું હતું. જ્યાંથી યજ્ઞના પ્રમુખ આચાર્ય-ભાગવતાચાર્ય શ્રી અનિરૂધ્ધભાઈ ઠાકરે યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત સંચાલન કર્યું હતું. યજ્ઞમાળાના મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ પણ નાગેશ્વરધામમાં સહપરિવાર જોડાયા હતા. 

સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અર્પણ કરાઈ 2 - image

યજ્ઞમાળાની વિશેષતાએ રહી કે, યજ્ઞમાળાના મુખ્ય યજમાનના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના ભાજપ પૂર્વ અધ્યક્ષ-પૂર્વ કેબીનેટમંત્રી અને શિવકૃપાપ્રાપ્ત એવા આર.સી.ફળદુએ રામેશ્વર જ્યોતિલિંગથી યજ્ઞમાળાનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવી નવ દિવસમાં બારેય જ્યોતિર્લિંગની મુલાકાત-યાત્રા કરી પ્રત્યેક સ્થળના યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. નવમા દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી યજ્ઞ પૂર્ણાહુતિનું બિડું અર્પણ કર્યું હતું. 

નાગેશ્વર (દ્વારકા) મુકામે તેઓએ જણાવ્યું હતું કે, આ યજ્ઞમાળાના આયોજનમાં ભરપૂર ઉત્સાહ તેમજ સનાતન ધર્મના ઉત્થાનની ભાવનાના તેઓને ઠેર-ઠેર દર્શન થયા હતા. યજ્ઞમાળાના એકમાત્ર મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ દ્રષ્ટિહિન હોવા છતાં આવું વિશ્વવિક્રમી આયોજન તથા વ્યવસ્થાપન સર્વત્ર પ્રશંસનીય રહ્યું. ઈતિહાસના સર્વપ્રથમ આ કોટિ રૂદ્રયાગની ઉર્જા ભારતભરમાં પ્રસરી છે. સક્ષમ બ્રહ્મત્વ હશે તો સનાતન સંસ્કૃતિ તેમજ માનવ કલ્યાણની ઉન્નતિ થઈ શકશે. દ્વાદશ જ્યોતિર્લિંગની યજ્ઞમાળામાં નવ દિવસની સાધના અને તપ કરનારા દરેક સહ-યજમાનો તેમજ વ્યવસ્થાપકોને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસે ઉચ્ચારેલા વક્તવ્યમાં પણ તમામ સહ-યજમાન ભૂદેવોની પૂર્વજન્મના ઋષિ-મુનિના અંશ સાથે તુલના કરી તમામ યજમાન દંપતીઓ-કર્મકાંડી વેદપાઠી શાસ્ત્રીઓ-ઉપાચાર્યોને બિરદાવ્યા હતા. અન્ય રાજ્યો સ્થિત જ્યોતિલિંગમાં જોડાયેલા પાંસઠ ટકા યજમાનો સિનિયર સીટીઝન શિવભકતોએ વરસાદ-વાવાઝોડા-હિમવર્ષા-ઠંડી વચ્ચે કરેલા તપને વંદન કરી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.

યજ્ઞમાળાના નવ દિવસો દરમિયાન તમામ સહ-યજમાન પરિવારોના નિવાસ-ભોજન-ઉપાચાર્યો-યજ્ઞ સામગ્રી ઉપરાંત આર્થિક રીતે જરૂરતમંદ બ્રાહ્મણ યજમાનો માટે આવન-જાવનના મુસાફરી ભાડાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા)-જામનગર દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત દરેક જ્યોતિર્લિંગમાં એક વ્યવસ્થાપન ટીમની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જે વ્યવસ્થા ચોમેર આદર પામી હતી. નવ દિવસો દરમિયાન વિવિધ જ્યોતિર્લિંગમાં જોડાયેલા યજમાનોએ કીર્તન-મંદિરના શિખરે ધ્વજારોહણ, ઈશ્વર વિવાહગાન, ચૂંદડી મનોરથ, મહામંડલેશ્વરો-પૂજારીઓ-મહંતોના ધાર્મિક પ્રવચનો, શિવભક્તોના આદર સત્કાર-અભિવાદન, બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો પણ યોજી ભક્તિમય બન્યા હતા. દરેક જ્યોતિર્લિંગમાં ચારેય વેદના અભ્યાસુ વેદપાઠી શાસ્ત્રીઓએ પૂજન-અર્ચન તેમજ હવન કરાવ્યા હતા.

Next Post
જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : 1335 વાહનો ચેક કરાયા, રૂ.1,66,50…

જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : 1335 વાહનો ચેક કરાયા, રૂ.1,66,50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…
GUJARAT

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં લાંબી માંદગીથી કંટાળીને એક...

Read more

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In