![]()
વડોદરાઃ કાળઝાળ ગરમી દરમિયાન ખુલ્લા ઘાસ અને ઝાડીઓમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જે દરમિયાન આજે બપોરે વધુ એક બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલી ખુલ્લી જમીનમાં ઉગેલા ઝાડી ઝાંખરામાં આજે બપોરે કોઇ કારણસર આગ લાગતાં ઝડપભેર આગ પ્રસરી હતી.જેેને કારણે ધુમાડાના ગોટેગોટા છવાતાં આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ફાયર બ્રિગેડની મદદ લેવાતાં પોણો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.















