• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સીતામૈયાનું ‘મિર્ચ મસાલા’ વગરનું ‘નિર્મળ’ બજેટ | Sitamaiah’s ‘clean’ budget without ‘mirch masala’

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સીતામૈયાનું ‘મિર્ચ મસાલા’ વગરનું ‘નિર્મળ’ બજેટ | Sitamaiah’s ‘clean’ budget without ‘mirch masala’
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

Load More

– દેવું કરીને ઘી પીવો, યાવત્ જીવેત સુખમ જીવેત : રૂ. ૩૫ લાખ કરોડની આવક, રૂ. ૫૩.૫ લાખ કરોડનો ખર્ચ

– નાણાકીય શિસ્ત જાળવતા સરકારનો રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવા, દેવું-ખાધ ઘટાડવાના સંકેત

– ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકાયો : બજેટમાં રૂ. ૧૨.૨૨ લાખ કરોડના વિક્રમી મૂડી ખર્ચની જાહેરાત

– દેશમાં સાત શહેરોને જોડતા હાઈ-સ્પીડ રેલવે કોરિડોર્સની જાહેરાત, સુરત સહિત સાત શહેરોને સિટી ઈકોનોમિક રિજિયન તરીકે વિકસાવાશે

– ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર નહીં કરાતા ‘કોમન મેન’ નિરાશ 

(પીટીઆઈ) નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત એટ ૨૦૪૭’ના વિઝનને આગળ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૫૩.૫ લાખ કરોડનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિક્રમી રૂ. ૧૨.૨૨ લાખ કરોડના મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ ભારતીય નિકાસને મજબૂતી આપવા, અનેક દેશો સાથે થયેલા એફટીએની પૃષ્ઠભૂમિમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આ બજેટમાં ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન પર ભાર મૂકાયો છે. વિકસિત ભારત માટેની રિફોર્મ એક્સપ્રેસ સમાન આ બજેટમાં ઉદ્યોગો પર ધ્યાન આપવા જતા કેન્દ્ર સરકારે સામાન્ય માણસની અવગણના કરી છે. સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરાતા મધ્યમ વર્ગની કર રાહતોની આશા પર પાણી ફરી ગયું છે. 

સીતારામને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં સુધારા અને નવો ઈન્કમ ટેક્સ કાયદો લાગુ કરવા સહિત મહત્વની જાહેરાતો કરતા પગારદાર વર્ગને આંશિક રાહત મળી છે. આ સિવાય સરકારે સ્ટોક માર્કેટમાં વાયદા અને ઓપ્શન્સના ટ્રેડિંગ પર ટેક્સ વધારતા શેરબજારમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારો પણ ભારે નિરાશ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં સતત નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મુખ્ય ત્રણ મુખ્ય કર્તવ્યો આર્થિક વિકાસને ઝડપી કરવો, લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારવી, સબકા સાથ સબકા વિકાસ સુનિશ્ચિત કરવાથી પ્રેરિત હોવાના સરકારે સંકેત આપ્યા હતા.  

નાણામંત્રી સીતારામને રવિવારે રજૂ કરેલા બજેટમાં આગામી વર્ષ માટે નાણાકીય ખાધને જીડીપીના ૪.૩ ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ચાલુ વર્ષના ૪.૪ ટકાથી ઓછું છે. આ બાબત બજેટની સૌથી મોટી તાકાત નાણાકીય શિસ્ત હોવા પર ભાર મૂકે છે. આ સાથે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે રૂપિયા સમજી વિચારીને ખર્ચ કરશે. દેવું અને ખાધ ધીમે ધીમે ઘટાડશે, પરંતુ સાથે માર્ગ, શહેરો, નાના ઉદ્યોગો, સ્વાસ્થ્ય અને રોજગાર પર ધ્યાન આપશે.

નિર્મલા સીતારામને બજેટમાં વૈશ્વિક ડેટા સેન્ટરો માટે ૨૦૪૭ સુધી કર પ્રોત્સાહનો અને કૃષિ તથા પ્રવાસન માટે સહાયની જાહેરાત કરી. સીતારામને લોકસભામાં કહ્યું કે સરકારે ‘વિકસિત ભારત’ માટે રોજગાર સર્જન, નવી ટેક્નોલોજી અને પરંપરાગત ઉદ્યોગોના સંયોજન પર આધારિત મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર જાળવી રાખતાં બજેટમાં ૭ હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની યોજના જાહેર કરી હતી જ્યારે સંરક્ષણ ખર્ચમાં વાષક લગભગ ૨૦ ટકાનો વધારો કરી સંરક્ષણ ક્ષેત્રમાં કુલ રૂ. ૭.૮૫ લાખ કરોડની ફાળવણી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં સરકારે બજેટમાં લોકલક્ષી પગલાં ટાળ્યા છે અને નાણાકીય સંયમ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. પરંતુ ઇક્વિટી ડેરિવેટિવ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો બોલાયો હતો અને બજાર વધ્યા મથાળેથી ૨૮૦૦ પોઈન્ટ જેટલું તૂટયું હતું, પરંતુ પાછળથી બજારમાં તેજી આવવા છતાં દિવસના અંતે બજાર ૧૫૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું. 

વૈશ્વિક ભૌગોલિક અને ટ્રમ્પના ટેરિફના જોખમોના પગલે નાણાકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે ફાર્મા, સેમિકન્ડક્ટર્સ, રેર-અર્થ મેગ્નેટ્સ, કેમિકલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક્સટાઇલ્સ અને સ્પોર્ટ્સ ગુડ્સ સહિત સાત પ્રાથમિક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેનો ખર્ચ બમણો કરીને રૂ. ૪૦,૦૦૦ કરોડ કરવામાં આવ્યો છે, તેમજ સેમિકન્ડક્ટર મિશનની બીજી આવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે.

એકંદરે આ એક વૃદ્ધિલક્ષી પરંતુ નાણાકીય રીતે શિસ્તબદ્ધ બજેટ છે, જેમાં મોટી ભેટ-સોગાદો અથવા લોકપ્રિય જાહેરાતો ટાળવામાં આવી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, નોકરી, આત્મનિર્ભરતા અને યુવાન, મહિલા, ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

– અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનના ચાબહાર પોર્ટ માટે ફાળવણી નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ક્યાંય પણ ચાબહાર પોર્ટ માટે ફાળવણીનો ઉલ્લેખ કર્યો નથી. ઇરાનના સમુદ્રી કાંઠે આવેલા આ પોર્ટના વિકાસ માટે ભારત દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષથી ફાળવતુ આવ્યું છે. ગયા વર્ષે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રતિબંધો મુક્યા હતા પરંતુ ભારતને ચાબહાર પોર્ટ મુદ્દે છ મહિનાની છૂટ આપી હતી. ગયા મહિને કેન્દ્રીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચાબહાર પોર્ટ વિવાદ મુદ્દે ભારત અમેરિકાના સંપર્કમાં છે અને  ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઇરાન સાથે વેપાર કરનારા દેશો પર ટ્રમ્પે ૨૫ ટકા ટેરિફ નાખવાની ધમકી આપી હતી. ભારત અને ઇરાન બન્ને સાથે મળીને ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યા છે.  

– રૂ. ૧૨.૨ લાખ કરોડ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

– રૂ. ૧.૭૦ લાખ કરોડ ખાતર માટે ખર્ચાશે

– રૂ. ૪૦,૦૦૦ કરોડ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 

– રૂ. ૧૦,૦૦૦ કરોડ બાયોફાર્મા શક્તિ માટે

– રૂ. ૩૬૧૦ કરોડ નક્સલ ક્ષેત્રોમાં સુરક્ષા

– રૂ. ૧૦૦૦ કરોડ એઆઈ મિશનને ફાળવાયા

– નિર્મલાજીએ નવમી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ સ્થાપ્યો : પીએમ

– આ બજેટ વિકસિત ભારતની ઊંચી ઉડાનનો મજબૂત આધાર : મોદી

– બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને મજબૂત કરે છે, આપણે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારત ૨૦૪૭ની આપણી ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. મહિલા નાણામંત્રી તરીકે નિર્મલાજીએ નવમી વખત દેશનું બજેટ રજુ કરીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ બજેટ દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ છે, અપાર અવસરોનો રાજમાર્ગ છે, જે વર્તમાન સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. આ બજેટ ૨૦૪૭ના વિકસિત ભારતની ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે આ બજેટથી તેને નવી ઉર્જા અને ગતિ મળશે. આ બજેટ મોંઘવારીને કાબુ કરનારુ અને રાજકોષીય ખાધ ઘટાડનારું છે. સાથે જ એમએસએમઇને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આ બજેટમાં છે. 

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વમાં વિશ્વાસપાત્ર અને ક્વોલિટી સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા વધી રહી છે. તાજેતરમાં જ ભારતે જ મોટી મોટી ટ્રેડ ડીલ કરી છે (મધર ઓફ ઓલ ડીલ) વગેરેનો સૌથી મોટો લાભ ભારતીય યુવાઓને મળશે. ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબુત બનાવે છે. 

ભારતની ૧.૪ અબજ જનતા માત્ર ઝડપથી વીકસી રહેલી અર્થ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી, તેઓ ભારતને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા પણ ઇચ્છે છે જે લાખો દેશવાસીઓનો સંકલ્પ પણ છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને સશક્ત કરનારું છે. 

Next Post
બજેટ રજૂ કરતાં પૂર્વે નિર્મલા સીતારામનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યાં | President…

બજેટ રજૂ કરતાં પૂર્વે નિર્મલા સીતારામનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યાં | President...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …
GUJARAT

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

ઉનાળાના આરંભે પણ ગુજરાતનાં પેટાળમાં હલચલ ભાવનગર જિલ્લાના ગઢડા પાસે કેન્દ્રબિંદુ નોંધાયું, માર્ચના 6 દિવસમાં 2.5થી વધુ તીવ્રતાના 6 ભૂકંપ,...

Read more

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In