![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ફરી તૂટયા હતા. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૫૧૭૮થી ૫૧૭૯ ડોલરવાળા આજે નીચામાં ભાવ ૫૧૨૧ તથા ઉંચામાં ભાવ ૫૧૯૪ થઈ ૫૧૬૯થી ૫૧૭૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડ તેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૬૧૮૯૭ વાળા ઘટી રૂ.૧૫૯૨૧૦ થઈ રૂ.૧૫૯૯૪૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવરૂ.૧૬૨૫૪૮ વાળારૂ.૧૫૯૮૫૦ થઈરૂ.૧૬૦૫૮૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૭૧૩૪૭થી ઘટી રૂ.૨૫૭૮૦૦ થઈ રૂ.૨૬૪૨૧૨ રહ્યા હતા.
મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૮૬.૦૧થી ૮૬.૦૨ વાળા નીચામાં ભાવ ૮૦.૫૩ તથી ઉંચામાં ભાવ ૮૫.૫૫ થઈ ૮૪.૬૮થી ૮૪.૬૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૭૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૬૭થી ૨૧૬૮ વાળા નીચામાં ભાવ ૨૧૩૪ તથી ઉંચામાં ભાવ ૨૨૨૪ થઈ ૨૧૬૭થી ૨૧૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૮૧૨ વાળા રૂ.૬૮૯૬૨ થઈ રૂ.૬૯૬૯૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૧.૪૬ ટકા તૂટયા હતા. ક્રૂડતેલના ભાવમાં જોકે તેજી ચાલુ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરવલના ૮૨.૧૪ વાળા વધી ૮૪.૭૪ થઈ ૮૩.૬૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૪.૪૬ વાળા વધી ૭૮.૦૯ થઈ ૭૭.૧૬ ડોલર રહ્યા હતા.















