Gold Silver Market Crash: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, તે વચ્ચે યુદ્ધની સીધી અસર શેર બજાર બાદ સોના-ચાંદીના ભાવ પર પણ પડી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1904 રૂપિયા ગગડી 1.58 લાખ પર આવી ગયા છે જ્યારે આ પહેલા 12 માર્ચે સોનાના ભાવ 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. બીજી તરફ એક કિલો ચાંદીની કિંમત 7,813 ઘટીને 2.60 લાખ પર આવી ગઈ છે. આ પહેલા 12 માર્ચે ચાંદીના ભાવ 2.68 લાખ રૂપિયા પ્રતિ કિલો હતા.
44 દિવસમાં સોનામાં 17,566, ચાંદીમાં 1.26 લાખનો ઘટાડો
29 જાન્યુઆરી 2025થી 13 માર્ચ 2026 સુધીના ડેટા મુજબ ચાંદીના ભાવમાં સૌથી વધુ અસ્થિરતા જોવા મળી છે. 29 જાન્યુઆરીએ તે તેના ઉચ્ચતમ સ્તરે (3.85 લાખથી વધુ) હતી, જે 20 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 2.45 લાખ સુધી પહોંચી ગઈ હતી.સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1.76 લાખથી શરૂ થયેલો ભાવ ફેબ્રુઆરીમાં ઘટીને 1.54 લાખ સુધી પહોંચ્યો હતો અને હાલ 13 માર્ચના રોજ 1,58,555 પર કારોબાર કરી રહ્યો છે. સોનાના ભાવમાં 17,566નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 1.26 લાખનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
શહેર: સોનાના ભાવ (રૂપિયા/10 ગ્રામ) [શહેર પ્રમાણે ભાવમાં ફેરફાર થાય છે]
અમદાવાદ: 1,61,290
મુંબઈ: 1,61,240
દિલ્હી: 1,61,390
ચેન્નાઈ: 1,62,560
કોલકાતા: 1,61,240
જયપુર: 1,61,390
લખનઉ: 1,61,390
પટના: 1,61,290
ભોપાલ: 1,61,290
રાયપુર: 1,61,240
આ પણ વાંચો: રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો
વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.















