• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગાઈ સતત વધી રહી છે. લારીવાળાથી લઈને વેપારીઓ અને વિદ્યાર્થીઓ સુધીના લોકો તેના શિકાર બની રહ્યા છે. ઠગ પેમેન્ટ એજન્ટ, નકલી પોલીસ, સસ્તી લોન કે ક્રિપ્ટોની લાલચ આપીને લોકોના બેંક ખાતા સાફ કરી રહ્યા છે. આમાં પીડિત ફ્રોડ થયાની તરત જ હેલ્પલાઇન પર સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કર્યા છતાં, 30થી 45 દિવસ બાદ સ્થાનિક પોલીસ FIR નોંધવા બોલાવે છે. જેનો સીધો ફાયદો ગુનેગારોને મળે છે અને તેઓ પૈસા સગેવગે કરી નાખે છે. પરિણામે, મોટાભાગના કિસ્સાઓમાં ભોગ બનનારને પોતાની પરસેવાની કમાણી પાછી મળતી નથી. હાલમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા અનેક ગુનાઓ નોંધાયા છે.

સાયબર ક્રાઇમની ઢીલી કામગીરી

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં શેરડીનો રસ કે પાણીપુરી વેચતા સામાન્ય લારીવાળાથી લઈને વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ આ ભેજાબાજ ગઠિયાઓનો શિકાર બની રહ્યા છે. આ ઠગો ક્યારેક પેમેન્ટ કંપનીના એજન્ટ બનીને પાસવર્ડ જાણી લે છે, તો ક્યારેક સસ્તી લોન, ક્રિપ્ટોમાં ઊંચા નફા કે સસ્તા મોબાઈલની લાલચ આપીને, અને ક્યારેક તો નકલી પોલીસ અધિકારી બનીને અરેસ્ટ વોરંટનો ડર બતાવીને લોકોના બેંક ખાતા સફાચટ કરી રહ્યા છે. પણભોગ બનનાર વ્યક્તિ દ્વારા સાયબર ફ્રોડ થયા પછી તરત જ ઓનલાઈન કે હેલ્પલાઇન પર જાણ કરી હોવા છતાં, તંત્રની ધીમી પ્રક્રિયાના કારણે તેમને 30 થી 45 દિવસ પછી પોલીસ સ્ટેશને બોલાવીને ફરીથી ફરિયાદ લેવામાં આવે છે. આ લાંબી પ્રક્રિયા અને વિલંબનો ફાયદો ઉઠાવીને ગુનેગારો પૈસા સગેવગે કરી નાખે છે. જેના પરિણામે મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય લોકોને પોતાના પરસેવાની કમાણીના ગુમાવેલા રૂપિયા ક્યારેય પાછા મળતા નથી. મહત્ત્વનું છે કે, ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે. 

પકોડીની લારીવાળાને બનાવ્યો શિકાર

અમદાવાદના બાકરોલ સર્કલ પાસે આકાશ પકોડી સેન્ટર નામની લારી ચલાવતા 20 વર્ષીય રાજેશભાઈ પટેલ સાથે ડિજિટલ પેમેન્ટનું ખરાબ સાઉન્ડ સ્પીકર બદલી આપવાના બહાને બે અજાણ્યા શખ્સોએ રૂપિયા 45,000ની છેતરપિંડી કરી હોવાની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 26 જાન્યુઆરીના રોજ આ બે ગઠિયાઓએ પેમેન્ટ કંપનીના માણસો તરીકેની ખોટી ઓળખ આપીને નવું સ્પીકર એક્સચેન્જ કરવાના બહાને 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને UPI પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ તે જ દિવસે સાંજે ફરી આવીને ફોન ચેક કરવાના બહાને રાજેશભાઈનો મોબાઈલ પોતાના હાથમાં લઈ, અગાઉથી પાસવર્ડ જાણી લીધો હોવાથી 45,000 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાનો ભાંડો ન ફૂટે તે માટે આ શખ્સો મોબાઈલમાંથી પેમેન્ટ એપ્લિકેશન અને પૈસા કપાયાના મેસેજ પણ ડિલીટ કરીને ફરાર થઈ ગયા હતા, જેની જાણ થતાં ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમ અને ત્યારબાદ સરખેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

એકના ડબલ કરવા મોંઘા પડ્યા

અમદાવાદના સારંગપુરમાં રહેતા 55 વર્ષીય જન્મેજય મોદી સાથે સોશિયલ મીડિયા પર અદિતી શર્મા નામની યુવતીએ મિત્રતા કેળવી અને ક્રિપ્ટો-ફોરેક્ષ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી કુલ રૂપિયા 1,64,500ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવતી અને તેના સાથીદાર ભાવેશ ચૌહાણે શરૂઆતમાં 10,000 રૂપિયાના રોકાણ પર નફો પરત આપીને આધેડનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ ક્રિપ્ટો વોલેટમાં નકલી બેલેન્સ બતાવીને કમિશન તેમજ ચાર્જના નામે કટકે-કટકે વધુ રૂપિયા પડાવી લીધા હતા. અંતે જ્યારે જન્મેજયભાઈએ વોલેટમાં જમા થયેલો પોતાનો નફો ઉપાડવા પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ વધુ 2 લાખ રૂપિયા કમિશનની માંગણી કરી અને રૂપિયા આપવાનો ઇનકાર કરતા તેમને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દીધા હતા, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા આધેડે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી છે.

ફોન આવ્યો અને પૈસા ઉપડી ગયા

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે શેત્રુંજય ટાવરમાં રહેતા અને પ્રહલાદ નગર ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના એક યુવક સાથે લોનના બહાને રૂપિયા 56,113ની છેતરપિંડી થઈ હોવાની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 21 એપ્રિલ 2025ના રોજ બપોરે યુવક પર એક અજાણ્યા નંબર પરથી લોનની માહિતી આપતી મહિલાનો ફોન આવ્યો હતો. જે ફોન કાપી નાખ્યા બાદ તેમને સતત અલગ-અલગ નંબરો પરથી કોલ અને અનેક OTP મેસેજ આવવા લાગ્યા હતા. ભોગ બનનાર યુવકે પોતાની બેંક વિગતો કે OTP કોઈની પણ સાથે શેર કર્યા ન હતા અને કોલથી કંટાળીને પોતાનો ફોન સ્વીચ-ઓફ કરી દીધો હતો. જોકે, આશરે 20 મિનિટ પછી ફોન ચાલુ કરતા તેમને જાણવા મળ્યું કે કોઈ ઠગે તેમની જાણ બહાર તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કટકે-કટકે રૂપિયા 56,113 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા છે, જેથી પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવ્યા

અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ સાથે અજાણ્યા ઈસમોએ મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ટેલિફોન રેગ્યુલેટરી ઓફિસના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. ઠગે તેમને અલગ-અલગ નંબર પરથી ફોન અને વીડિયો કોલ કરી, પોલીસ યુનિફોર્મમાં બેઠેલા શખ્સો સાથે વાત કરાવીને એવો ડર બતાવ્યો હતો કે તેમના નામ પર મુંબઈમાં મની લોન્ડરિંગનો ગંભીર ગુનો દાખલ થયો છે અને સુપ્રીમ કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. પોલીસ પકડી જશે તેવો ભય ઊભો કરી, આ અરેસ્ટ વોરંટને હાલ પૂરતું રોકવા માટે ઠગે ડિપોઝિટના 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેના ડરમાં આવીને મહેન્દ્રભાઈએ તેમના બેંક એકાઉન્ટમાંથી ઠગે આપેલા એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂપિયા 50,000 ટ્રાન્સફર કરી દીધા હતા, અને આ રીતે ડરાવી-ધમકાવીને તેમની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો.

પેટીએમના કર્મચારી બનીને ઠગાઇ

અમદાવાદના ઘાટલોડિયામાં ધોબીકામ કરતા 22 વર્ષીય વિનોદ ગોપીભાઈ ધોબી સાથે Paytm કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને આવેલા અજાણ્યા ઈસમે છેતરપિંડી કરી છે. વિનોદભાઈને પોતાની દુકાનનું પેટીએમ સાઉન્ડ બોક્સ બંધ કરાવવું હોવાથી, આ ઠગે પ્રોસેસના બહાને તેમને પોતાના જ ખાતામાં એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહીને તેમનો પેટીએમનો પાસવર્ડ/પિન જોઈ લીધો હતો. ત્યારબાદ, સાઉન્ડ બોક્સ બંધ કરવાની રિક્વેસ્ટ નાખવાના બહાને વિનોદભાઈ પાસેથી તેમનો મોબાઈલ ફોન પોતાના હાથમાં લઈ, તેમની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી રૂપિયા 50,000ની રકમ ટ્રાન્સફર કરી લઈને છેતરપિંડી કરી હતી.

સસ્તો આઇફોન મોંઘો પડ્યો

અમદાવાદમાં બી.ટેકનો અભ્યાસ કરતા અને સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય વિદ્યાર્થી અર્પિતભાઈ અરવિંદભાઇ ચૌધરીને સોશિયલ મીડિયા પર એડ જોઈને સસ્તામાં iPhone 13 પ્રો મેક્સ લેવાનું ભારે પડ્યું છે. ઠગે ઇન્સ્ટાગ્રામ આઈડી bhavya_electronic_9088 દ્વારા 5,500માં ફોન આપવાની લાલચ આપી, બુકિંગ માટે અને ત્યારબાદ ટ્રાન્ઝેક્શનમાં ભૂલ કાઢીને તેમજ વધારાની રકમ રિફંડ કરવાના અલગ-અલગ બહાના બતાવીને વિદ્યાર્થી પાસેથી ઓનલાઇન 68,087 પડાવી લીધા હતા અને બાદમાં પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દઈને દીધો હતો. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લોન લેવામાં નાણા ગુમાવ્યા

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને સેલ્સમેનનું કામ કરતા 37 વર્ષીય મનોજભાઇ પિતામ્બરદાસ મંગનાની સાથે એક લોન કંપનીના કર્મચારીઓ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા બે ઠગે છેતરપિંડી કરી છે. ઠગે મનોજભાઈને 6.5%ના ઓછા વ્યાજ દરે રૂપિયા 6 લાખની પર્સનલ લોન અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફાઇલ ચાર્જ, ઇન્શ્યોરન્સ પોલિસી, આઇ.ટી. રિટર્ન અને બેંક બેલેન્સનું કહીને તેમની પાસેથી એક મહિનાના સમયગાળામાં અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 2,05,900 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ કોઈ લોન પાસ ન કરી કે પૈસા પરત ન આપીને તેમની સાથે આર્થિક છે.

પેન્શનની રકમ ઉપડી ગઇ

અમદાવાદના શાહપુરમાં રહેતા અને ડેટા એન્ટ્રીનું કામ કરતા 38 વર્ષીય મોહંમદસોએબ મોહંમદરફીક શેખ સાથે ઠગેએ ઓનલાઇન છેતરપિંડી કરી છે. મોહંમદસોએબના મોબાઈલ ફોનમાં તેમના માતા બસરાબેનનું બેંકનું પેન્શન એકાઉન્ટ PhonePe એપ્લિકેશન સાથે લિંક કરેલું હતું, જેમાંથી ગત તારીખ 12/3/2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે તેમની જાણ બહાર અને કોઈપણ પ્રકારનો મેસેજ આવ્યા વિના જ ફોન-પે એપ્લિકેશનથી બેંકના ખાતામાં 99,000ની રકમ ટ્રાન્સફર કરી લીધા છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

યુપીઆઇ આઇડીથી ઠગાઇ

અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતા અને ગોતા ચોકડી પાસે ઓટો ગેરેજમાં મજૂરી કામ કરતા 26 વર્ષીય યુવાન અશોક નૈનારામ રેગર સાથે અજાણ્યા ભેજાબાજોએ ઓનલાઇન છેતરપિંડી કરી છે. ગત તારીખ 26-3-2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે અશોકભાઈનો મોબાઈલ ફોન હેક કરીને, તેમની જાણ બહાર કોટક મહિન્દ્રા બેંક સાથે લિંક કરેલી તેમની ગુગલ-પે એપ્લિકેશનના UPI IDમાંથી અન્ય અજાણ્યા UPI IDમાં 22,000 ટ્રાન્સફર કરી લઈને સાયબર ફ્રોડ કર્યું છે.

સસ્તી લોન મોંઘી પડી

અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા 34 વર્ષીય રાહુલ મનમોહનભાઇ શર્મા સાથે ઠગે ઓનલાઇન સસ્તી લોનની લાલચ આપીને છેતરપિંડી કરી છે. રાહુલભાઈએ ફેસબુક પર લોનની એડ જોઈને સંપર્ક કરતા, દિક્ષાંત મકવાણા તરીકેની પોતાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા શખ્સે તેમને રૂપિયા 3 લાખની લોન અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ઠગે ડોક્યુમેન્ટ ફાઇલ ચાર્જ, સાઇડ બિઝનેસ માટે કરંટ એકાઉન્ટ ખોલાવવું, ટાટા કેપિટલમાં ફાઇલ લોગિન કરવી, એફ.ડી. કરાવવી અને ફાઇલ સેટલમેન્ટ કરાવવાના નામે રાહુલભાઈ પાસેથી ટુકડે-ટુકડે ગુગલ પે દ્વારા એક સ્કેનર આઈડી પર કુલ રૂપિયા 29,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા, પણ કોઈ લોન પાસ ન કરાવી આપીને તેમજ પૈસા પરત ન આપીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.

પેટીએમનો કર્મચારી બની ઠગાઇ

અમદાવાદના વસ્ત્રાપુરમાં શેરડીના રસનો વેચતા 55 વર્ષીય વિજયકુમાર મોતીલાલ સોનકર સાથે Paytm કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને આવેલા બે અજાણ્યા ઠગે છેતરપિંડી કરી છે. ટુવ્હીલર પર આવેલા આ 25થી 30 વર્ષના ગઠિયાઓએ અગાઉ વિજયકુમારનું પેટીએમ એકાઉન્ટ અને સાઉન્ડ બોક્સ ચાલુ કરી આપીને તેમનો પાસવર્ડ અગાઉથી જ જાણી લીધો હતો. ત્યારબાદ, પેટીએમ વોલેટમાંથી રોજેરોજ બેંક ખાતામાં ઓટોમેટિક પૈસા જમા થવાની સિસ્ટમ સેટ કરી આપવાના બહાને તેમણે વિજયકુમારનો વિશ્વાસ જીતીને તેમની પાસેથી અનલોક કરેલો મોબાઈલ ફોન પોતાના હાથમાં લીધો હતો અને તેમની જાણ બહાર તેમના બેન્ક ખાતામાંથી 44,999ની રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

Load More

Next Post
યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …
GUJARAT

Vadodara BJP : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારી રાજકીય પક્ષોએ શરૂ કરી છે ત્યારે ભાજપ દ્વારા ચાર ઝોનમાં ચાર સ્થળોએ...

Read more

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ…

જામનગરના ખીજડીયા ગામે એકસાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In