વડોદરાઃ હરણી ગોલ્ડન ચોકડી પાસેથી એક વર્ષ પહેલાં બિનવારસી ટેમ્પામાંથી મળેલા રૃ.૨૭ લાખની કિંમતના ૨૭૦ કિલો ગાંજાના કેસમાં વડોદરા શહેર એસઓજીની ટીમે નક્સલી વિસ્તારમાંથી સપ્લાયરને દબોચી લીધો છે.
ગોલ્ડન ચોકડી પાસેની હોટલ નજીક હરણી પોલીસે બિનવારસી ટેમ્પો તપાસતાં તેના ચોરખાનામાંથી ૨૭૦ કિલો ગાંજાના કુલ ૪૫ પેકેટ મળી આવ્યા હતા.જેથી એસઓજીએ તપાસ સંભાળી લઇ ટેમ્પાના ડ્રાઇવર સુરતાનખાન અમીનખાન (જોલીયાલી,જોધપુર,રાજસ્થાન)ને શોધી કાઢ્યો હતો.
પોલીસની તપાસમાં રાજસ્થાનના પુખરાજ અને તેના ભાગીદાર રમેશ ડારાએ ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કર્યો હોવાની અને રાજસ્થાન પહોંચાડવાનો હોવાની વિગતો ખૂલતાં એસઓજીએ પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ(હેમનગર,જોધપુર)ને ઝડપી પાડી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
<a href=
<p>The post હરણીમાં ટેમ્પામાંથી મળેલા 270 kg ગાંજાના સપ્લાયરને વડોદરા SOGે નક્સલી એરિયામાંથી દબોચ્યો first appeared on gandhinagarmetro.com.</p>
















