• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

Load More

– ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરતાં દુનિયા પર સંકટના વાદળો

– ઘરેલુ એલપીજીના બૂકિંગ ઘટયા છતાં કમર્શિયલ એલપીજીમાં અછત યથાવત્, ૭૫૦૦ ગ્રાહકો પીએનજીમાં શિફ્ટ થયા

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ અને ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરવાના કારણે ભારતમાં સતત ત્રીજા સપ્તાહે એલપીજીની અછત જોવા મળી રહી છે. જોકે, સરકાર માટે રાહતની વાત એ છે કે રિફિલ માટે બૂકિંગનું પ્રમાણ ઘટયું છે અને ઘરેલુ રાંધણ ગેસમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ કમર્શિયલ એલપીજીમાં સરકારે હજુ પણ નિયંત્રણો ચાલુ રાખ્યા છે. એલપીજીની અછત વચ્ચે હવે આગામી સમયમાં ખાતર અને હીલિયમ ગેસની અછતના કારણે ખેતી અને ટેક્નોલોજી ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે.

દેશમાં ત્રણ સપ્તાહથી ચાલતા એલપીજી સંકટ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, હવે લોકોમાં ગભરાઈને એલપીજી સિલિન્ડરનું બૂકિંગ કરવાનું પ્રમાણ ઘટયું છે. દેશમાં રાંધણ ગેસનો પર્યાપ્ત સ્ટોક છે, છતાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. 

પેટ્રોલિયમ અને પ્રાકિૃતક મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, લોકો દ્વારા પેનિક બૂકિંગ એક સમયે દિવસના ૮૭ લાખથી વધુ સિલિન્ડરે પહોંચ્યું હતું, જે ૧૯ માર્ચે ઘટીને ૫૫ લાખ સુધી થઈ ગયું છે, જે દૈનિક સરેરાશ ૫૦થી ૫૫ લાખના બુકિંગની નજીક છે. બીજીબાજુ આ સમયમાં ૭,૫૦૦ ગ્રાહકો એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ થઈ ગયા છે.

જોકે, કમર્શિયલ એલપીજીનું રેશનિંગ હજુ ચાલુ છે. ગયા સપ્તાહે કમર્શિયલ સંસ્થાનોને ૧૧,૩૦૦ ટન કમર્શિયલ એલપીજી પૂરો પાડવામાં આવ્યો હતો. વધુમાં કાળાબજારી અને સંગ્રાહખોરીને ડામવા માટે શુક્રવારે દેશભરમાં ૪,૫૦૦ દરોડા પાડવામાં આવ્યા હતા અને ઓઈલ કંપનીઓએ ૧૮૦૦થી વધુ પેટ્રોલ પંપો તથા એલપીજી વિતરકોના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી.

દરમિયાન એલપીજીની અછત વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધની આગ ભારતના ખેતરો અને ફેક્ટરીઓ તથા ટેક્નોલોજી ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધના પગલે ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરતા દુનિયાભરની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલનો પુરવઠો અટવાયા પછી હવે ખેડૂતો સામે ખાતરની અછતની સમસ્યા ઊભી થઈ છે. બીજીબાજુ ટેકનોલોજી ઉદ્યોગ માટે જરૂરી હીલિયમ ગેસની અછતનું પણ સંકટ ઊભું થઈ રહ્યું છે.

હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ તેમજ પ્રાકૃતિક ગેસની સાથે યુરિયાની અછત પણ ઊભી થવા લાગી છે. ટ્રેડ યુરિયાનો લગભગ અડધો હિસ્સો અને જંગી પ્રમાણમાં અન્ય ખાતરનો સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. વધુમાં ઈરાને કતરના એલએનજી પ્લાન્ટ પર હુમલો કરતા દુનિયાના સૌથી મોટા યુરિયા પ્લાન્ટમાં કામકાજ ખોરવાઈ ગયું છે. એલએનજીનો સપ્લાય ઘટવાથી ભારતે પણ તેના ત્રણ યુરિયા પ્લાન્ટમાં ઉત્પાદન ઘટાડયું છે.

મીડિયા અહેવાલ મુજબ નોર્ધર્ન હેમિસ્ફિયરમાં વાવેતરની તૈયારી ચાલે છે અને વિલંબનું માર્જિન ઓછું રહે છે. તેની સીધી અસર ખાદ્યાન્નની ઉપજ પર પડી શકે છે. સિગ્લન ગૂ્રપ મુજબ દુનિયાના ૨૦ ટકા ખાતરનું ઉત્પાદન ખાડી દેશોમાંથી થાય છે અને ૪૬ ટકા વૈશ્વિક યુરિયા સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. ભારત તેના યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનો ૪૦ ટકાથી વધુ હિસ્સો મધ્ય-પૂર્વમાંથી આયાત કરે છે. આથી ભારતમાં ખાતરની વ્યાપક અછત સર્જાવાની આશંકા વધી રહી છે.

બીજીબાજુ આ યુદ્ધ વચ્ચે હીલિયમ ગેસની અછત અંગે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે. જોકે, ક્રૂડ ઓઈલની જેમ હીલિયમ ગેસનો સપ્લાય જોખમમાં મૂકાયો છે, જે વિશેષરૂપે ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે અત્યંત જરૂરી છે. યુદ્ધ પહેલા કતર દુનિયાના હીલિયમ સપ્લાયનો ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન કરતો હતો, પરંતુ કતર એનર્જીની રાસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર ડ્રોન-મિસાઈલ હુમલા પછી ઓપરેશન્સ અટકી ગયા છે. આથી આગામી સમયમાં ટેકનોલોજી ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

દરમિયાન એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે સરકાર સમક્ષ એરલાઈન ઉદ્યોગ પર ડિસેમ્બરમાં લગાવાયેલી ભાડાં મર્યાદા હટાવવા માગ કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે ભાડાં મર્યાદા નહીં હટાવાય તો એરલાઈન ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઈરાન કટોકટી પહેલાં પાકિસ્તાને તેની એરસ્પેસ પર પ્રતિબંધ મૂકવાના કારણે ભારતીય એરલાઈન્સ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પરિણામે હવાઈ ભાડાંમાં પણ વધારાની આશંકા વર્તાઈ રહી છે.

Next Post
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…
GUJARAT

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

– અકસ્માત સર્જી કાર ચાલક વાહન મૂકી ફરાર – પિતા-પુત્ર પ્રસંગમાંથી પરત ફરતા હતા ત્યારે કારે પાછળથી ઠોકર મારી :...

Read more

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In