![]()
વડોદરા,હાઇવે પર વાહનની અડફેટે ઘાયલ બાઇકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ ગામ નવી નગરીમાં રહેતો અજય ભૂપતભાઇ રાઠોડિયા (ઉં.વ.૨૪) તથા તેનો મિત્ર યશ જગદીશભાઇ રાઠોડિયા આજે બાઇક લઇને આર.ટી.ઓ.માં લાયસન્સના કામ માટે આવ્યા હતા. કામ પૂરૃં કરીને તેઓ પરત ઘરે જતા હતા. તે દરમિયાન હાઇવે આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જતા સમયે એક વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. અજયને માથા તથા મોંઢા પર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે યશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.















