![]()
Medicines Become Expensive : હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી 1 એપ્રિલ 2026થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) માં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં WPI માં (+) 0.64956% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો :’ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..’, ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન
કઈ દવાઓ પર પડશે અસર?
આ વધારો 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.
ઈરાન યુદ્ધ અને કાચા માલની કિંમતોનું કનેક્શન
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગ્લિસરીનની કિંમતમાં 64% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ APIની કિંમતમાં 25% નો વધારો થયો છે. પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને PVC ના ભાવ 40% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં 30-35% નો વધારો થયો છે, જેની સામે 0.6% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે NPPA સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.















