![]()
Image Source: IANS
LPG Cylinder Booking Deadline Extended: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રો કહે છે કે આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.
LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો લંબાવ્યો
મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો ત્રણ દિવસ પહેલા 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો, પરંતુ હવે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ હવે બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે.
ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત: સરકારી સૂત્રો
સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવવધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.
LPG સિલિન્ડરના ભાવમાં વધારો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, બે દિવસ પહેલા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹114.5 નો વધારો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની વેબસાઇટ અનુસાર, સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડર હવે દિલ્હીમાં ₹913માં ઉપલબ્ધ થશે, જે અગાઉ ₹853 હતી.