ગાંધીનગર જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ જીવન આસ્થા હેલ્પલાઈન છેલ્લા ૮ વર્ષ થી ચલાવવામાં આવી રહી છે પ્રોજેક્ટના લાઇઝેનીગ ઓફિસર પ્રવીણ કુમાર વલેરા સાહેબના જણાવ્યા અનુસાર ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવતા નબળા પરિણામ કે નાપાસ થવાને કારણે પરિણામ ના દિવસે આત્મહત્યા ના બનાવો વધી જતાં હોય છે
જયારે આત્મહત્યા નિવારણ માટે કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થિઓના સહયોગથી ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર જુદી જુદી ટીમો બનાવી તથા પોલીસ સ્વયંસેવક ને સવાર થી સાંજ સુધી તેનાત રાખવામાં આવ્યા હતા.
આવી ૪૦ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં પણ આવી સેવા બદલ સર્વ નેતૃત્વની સમગ્ર ટીમ સૌ સૌ સલામ …સદનસીબે કેનાલ પર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.જેના કારણે પોલીસ તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો.