લોકશાહીના અવસરમાં લોકો વધુમાં વધુ મતદાન કરીને સહભાગી થાય તેવા ઉમદા આશયથી ગાંધીનગર ખાતે તા. ૦૫મી, મે, ૨૦૨૪ના રોજ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે.
રન ફોર વોટના સુચારું આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીના અધ્યક્ષ સ્થાને એક બેઠક જિલ્લા પંચાયત, સેકટર- ૧૭ ખાતે યોજાઇ હતી. ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે.
લોકસભા સામાન્ય ચૂંટણીએ લોકશાહી દેશનો એક મહાપર્વ છે. આ લોકશાહીના મહાપર્વ- અવસરમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરીને સહભાગી બને તેવા ઉમદા આશયથી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તા. ૦૫મી મે, ૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
આ રન ફોર વોટ ના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીના અક્ષ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં નક્કી થયા મુજબ આ રન ફોર વોટ સવારના ૬.૩૦ કલાકે સેન્ટ્રલ વિસ્ટા, ઉધોગ ભવન પાસેથી આરંભ થશે. મહાત્મા મંદિર બાજુ રન ફોર વોટ જશે. જેમાં પોલીસના જવાનો, પ્રાથમિક – માધ્યમિક શિક્ષકો, કરાઇ એકેડમીના તાલીમાર્થી પોલીસ જવાનો, તલાટી, ગ્રામસેવકો, વિવિધ જિલ્લા કક્ષાની કચેરીના અધિકારી- કર્મયોગીઓ, યોગબોર્ડના સભ્યો- તાલીમાર્થીઓ સહિત વધુમાં વધુ નગરજનો મતદાન જાગૃત્તિ અર્થે યોજાનાર રન ફોર વોટમાં સહભાગી બનશે.
આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે યોજાયેલ બેઠકમાં સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લાશિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ સહિત તમામ ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.