19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 પરથમપુર માં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવી હતી. અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ રિટર્નિંગ ઑફિસર પાસેથી ઘટના સંબંધે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.
આર.ઓ. નો રિપોર્ટ મળ્યા બાદ તેને ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રિટર્નિંગ ઑફિસર અને ઑબ્ઝર્વરના મતદાનની અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચે આર.પી. એક્ટ 1951ના સેક્શન 58ના સબસેક્શન 2 હેઠળ 19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 ખાતે તા.7 મે, 2024ના રોજ થયેલા મતદાનને રદ જાહેર કર્યું છે,
તેમજ તા. 11 મે, 2024ને શનિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંબંધિત ઘટના અંગે પ્રિસાઈડિંગ ઑફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઑફિસર અને બે પોલીંગ ઑફિસર તથા એક પોલીસ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(૧) રોહિત કાનાભાઇ ખુશાલભાઇ,
પ્રિસાઇડીંગ ઓફીસર, સોરણા પે સેન્ટર શાળા
(૨) પરમાર ભુપતસિંહ મોતિસિંહ,
આસી. પ્રિસાઇડીંગ, પે-સેન્ટર શાળા વડદલા,
(૩) સોળ્યા યોગેશભાઇ સોનજીભાઇ,
પોલીંગ ઓફીસર, પગાર કેન્દ્ર શાળા, જનોડ
(૪) પટેલ મયુરીકાબેન શાંતિલાલ,
પોલીંગ ઓફીસર, તાલુકા પંચાયત (શિક્ષણ શાખા)
ઉપરોક્ત અધિકારીઑ ને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કારણ દર્શક નોટિસ આપવામાં આવી અને દિન એક માં જવાબ માગવામાં આવ્યો છે