કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું. ઉનાળાના ધોમધખતા તાપમાં જ્યારે મનુષ્ય માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તેવામાં પશુ પંખીઓ માટે વિચાર કરવો એ ખૂબ જરૂરી બન્યું છે,
ત્યારે ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના સેવાભાવી યુવાનો દ્વારા ૧૨૫૦ જેટલા પાણીના કુંડાનું વિવિધ સ્થળે નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યમાં સંસ્થાના પૂર્વ કેમ્પસ ડાયરેક્ટર ડો.સોમભાઈ પટેલ સાહેબ, હોસ્ટેલ વિભાગના કોઓર્ડીનેટર શ્રી કુમાર પંડ્યા, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓનો અને કર્મચારીઓનો પણ સહયોગ સાંપડ્યો હતો.
કુંડા વિતરણની કામગીરી સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી કરાયું હતું જેના સફળ આયોજન અને સંકલન માટે મયંકભાઇ પટેલ, સંદીપભાઈ પટેલ, તન્મયભાઈ પટેલ, સુરજભાઈ મુંજાણી, રાહુલભાઈ સુખડીયા, ધ્વનિ, દેવર્ષ, યુવરાજ, રઈશ મન્સૂરી, જય, કુલદીપ, જેનિસ, કૃષ્ણ સિંહ અને ધ્રુવ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.