![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટાડા પર રહ્યા હતા સામે ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં વધ્યા ભાવથી ફરી ઘટાડો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ યુદ્ધના પગલે લક્રૂડતેલની સપ્લાય રુંધાતાં તથા ભાવ ઉછળતાં ઓઊલ રિઝર્વમાંથી ૪૦ કરોડ બેરલ્સ ક્રૂડ ઓઈલનો જથ્થો બજારમાં મુકવાના સંકેતો આપવામાં આવ્યા છે.
આની અસર ક્રૂડતેલના બજાર ભાવ પર દેખાઈ હતી.આ પૂર્વે રશિયા તથા યુક્રેનના યુદ્ધના આરંભ વખતે પણ ઓઈલ રિઝર્વમાંથી આ પ્રકારે જથ્થો છૂટ્ટો કરીને બજારમાં મૂકવામાં આવ્યો હતો તથા પુરવઠાની અછત દૂર કરવાના પ્રયત્નો એ વખતે પણ કરવામાં આવ્યા હતા.
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનું પ્રતિનિધિત્વ કરતા આશરે ૩૨ દેશોના પ્રતિનિધિઓની મિટિંગ મંગળવારે મળી હતી અને આ મિટિંગમાં ઉપર મુજબના સંકેતો આપવામાં આવ્યા હતા. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૯૨.૧૦ વાળા નીચામાં ભાવ ૮૬.૨૪ તથા ઉંચામાં ભાવ ૯૨.૯૮ થઈ ૯૧.૨૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ઘટયા હતા. સોનાના ભાવ ઔંસના ૫૧૯૭થી ૫૧૯૮ વાળા નીચામાં ભાવ ૫૧૬૨થી ૫૧૬૩ થઈ ૫૧૬૫થી ૫૧૬૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૯૫૪૭ વાળા રૂ.૧૬૦૦૪૯ ખુલી રૂ.૧૫૯૫૮૮ રહ્યા હતા.
જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૧૮૮ વાળા રૂ.૧૬૦૬૯૨ ખુલી રૂ.૧૬૦૨૩૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૭૦૯૪૪ વાળા રૂ.૨૬૬૦૧૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૯.૧૫ વાળા ઘટી ૮૫.૧૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૬૫૦૦૦ તથા સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૬૦૦૦ રહ્યા હતા.મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૮૨૦૧ વાળા રૂ.૭૦૩૪૩ થઈ રૂ.૬૯૬૦૪ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૨૭ વાળા ૨૧૬૬ થઈ ૨૨૦૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૦૧ વાળા ૧૬૨૫ થઈ ૧૬૪૧થી ૧૬૪૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ મોડી સાંજે ૮૫.૧૪ થઈ ૮૫.૭૭ ડોલર તથા સોનાના ભાવ મોડી સાંજે ૫૧૬૫ થઈ ૫૧૮૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૧.૮૧ ટકા માઈનસમાં રહ્યા હતા.















