• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

મુંબઈ : ઈરાનને ભોંયભેગું કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના નેત્યાનયાહુનું સ્વપ્નને ટૂંકાગાળામાં સિદ્વ કરવાના મનસૂબા પર પાણી ફરી ગયું હોવાનું અને હવે ટ્રમ્પની દાદાગીરી સામે રશીયાના પ્રમુખ પુતિન અને ચાઈનાના જીનપિંગે મોરચો માંડી ઈરાનના સમર્થનમાં આક્રમક વણલ અપનાવતાં ઈરાન વિરૂધ્ધનું યુદ્વ વકરવાના સ્પષ્ટ એંધાણે આજે ફરી વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની આગ ફરી પેટાવા સાથે ઈક્વિટી બજારોમાં ભંગાણ પડતું જોવાયું હતું. ઈરાને ઈઝરાયેલ પરના હુમલા વધારતાં પરિસ્થિતિ વકરતી જોવાઈ હતી. ગઈકાલે ઈરાન યુદ્વ ટૂંક સમયમાં જ પૂરું થવાનું વિરોધાભાસી નિવેદન કરનાર ટ્રમ્પને અમેરિકામાં જ પછડાટ મળી રહી હોય એમ અધિકારીઓના વિરાધાભાસી નિવેદન અને રશીયા, ચાઈના હવે ઈરાનના સમર્થન આવી જતાં આજે પ્રત્યાઘાતી સુધારો ધોવાઈ જઈ ફરી ભારતીય શેર બજારોમાં પણ મોટો કડાકો બોલાઈ ગયો હતો. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટા ગાબડાં પડવા સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કેપિટલ ગુડઝ-પાવર, એફએમસીજી, ફાર્મા શેરોમાં વેચવાલી રહી હતી. ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં ફંડોની ભારે વેચવાલીના દબાણે જોતજોતામાં સેન્સેક્સ ૧૩૪૨.૨૭ પોઈન્ટ તૂટીને ૭૬૮૬૩.૭૧ અને નિફટી ૫૦ સ્પોટ ૩૯૪.૭૫ પોઈન્ટ ગબડીને ૨૩૮૬૬.૮૫ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે નાયમેક્ષ-ન્યુયોર્ક  ક્રુડના બેરલ દીઠ ૨.૩૨ ડોલર વધીને ૮૫.૭૭ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૨.૧૫ ડોલર વધીને ૮૯.૯૫ ડોલર નજીક રહ્યા હતા.

ઓટોમોબાઈલ શેરોમાં ફરી ગાબડાં : ઓટો ઈન્ડેક્સ ૧૮૧૩ પોઈન્ટ તૂટયો : ટીવીએસ  રૂ.૧૮૫ તૂટયો

ઓટોમોબાઈલ કંપનીઓ માટે એક તરફ ક્રુડ ઓઈલના ભાવોમાં ફરી વધારો અને બીજી તરફ ગલ્ફ દેશોથી આવતાં ગેસ, ક્રુડ સહિતનો  પુરવઠો અટકતાં ઘર આંગણે પેટ્રોલ, ડિઝલના ભાવોમાં તોળાતાં વધારાએ વાહનોની ખરીદીમાં ધરખમ ઘટાડો થવાની શકયતાએ અને નિકાસો પણ મંદ પડવાના અંદાજોએ આજે ફંડોએ ફરી ઓટો શેરોમાં હેમરિંગ કર્યું હતું. ટીવીએસ મોટર રૂ.૧૮૫.૨૦ તૂટીને રૂ.૩૬૦૦.૦૫, અશોક લેલેન્ડ રૂ.૮.૭૦ ગબડીને રૂ.૧૮૪.૮૫, મહિન્દ્રા એન્ડ  મહિન્દ્રા રૂ.૧૨૫.૫૦ તૂટીને રૂ.૩૧૬૬.૮૦, આઈશર મોટર્સ રૂ.૨૮૩.૯૦ તૂટીને રૂ.૭૨૫૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૭૯.૧૫ તૂટીને રૂ.૨૦૨૦.૩૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૯૪.૦૫ ઘટીને રૂ.૨૫૫૫.૫૦, ઉનો મિન્ડા રૂ.૩૪.૦૫ ઘટીને રૂ.૧૦૮૧.૪૦, બજાજ ઓટો રૂ.૨૮૪.૩૦ તૂટીને રૂ.૯૩૨૨.૨૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯.૭૫ તૂટીને રૂ.૩૩૫.૩૫, મારૂતી સુઝુકી રૂ.૩૬૭.૬૫ તૂટીને રૂ.૧૩,૫૦૨.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯.૪૦ ઘટીને રૂ.૨૧૮૨.૧૫, ભારત ફોર્જ રૂ.૪૬.૧૦ ઘટીને રૂ.૧૭૯૬.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૩૪.૬૦ ઘટીને રૂ.૫૫૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૧૩૨.૬૧ પોઈન્ટ તૂટીને ૫૭૩૭૪.૧૭ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે સંકટના વધવાના એંધાણ : લોન ડિફોલ્ટરો વધવાના સંકેત : એક્સિસ, ઈન્ડસઈન્ડ તૂટયા

ઈરાન યુદ્વના કારણે વિશ્વની સાથે ભારતના આયાત-નિકાસ વેપારને મોટો ફટકો પડવાના અને કોર્પોરેટ ઈન્ડિયાએ લીધેલી લોનો પૈકી ઘણી લોનોની પરત ચૂકવણી વિલંબિત થવાની અને ઘણી લોનો એનપીએ બનવાના વધતા જોખમે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી કડાકો બોલાઈ ગયો હતો. એક્સિસ બેંક રૂ.૫૬ તૂટીને રૂ.૧૨૫૯.૦૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૮૦.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૮૭૫.૭૫, ફેડરલ બેંક રૂ.૬.૬૦ ઘટીને રૂ.૨૬૯.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૮૩.૪૫, એયુ બેંક રૂ.૨૦.૧૫ ઘટીને રૂ.૯૧૭.૯૫, કેનેરા બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૩૯.૩૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૧.૭૫ ઘટીને રૂ.૧૦૯૦.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૧૯.૪૦ પોઈન્ટ તૂટીને ૬૨૭૦૮.૬૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફરી વેચવાલીનું પ્રેશર : અપાર રૂ.૭૩૭, કેઈઆઈ રૂ.૨૧૪, પોલીકેબ રૂ.૨૯૧ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી વેચવાલીનું દબાણ જોવાયું  હતું. યુદ્વની પરિસ્થિતિ ટૂંક સમયમાં અટકવાની શકયતા નહીં જોતાં ફંડોએ આજે શેરોમાં ફરી મોટી વેચવાલી શરૂ કરી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩૭.૪૦ તૂટીને રૂ.૯૨૬૦.૪, કેઈઆઈ રૂ.૨૧૪.૩૦ તૂટીને રૂ.૪૩૨૦.૪૫, પોલીકેબ રૂ.૨૯૧.૨૫ તૂટીને રૂ.૭૪૩૧.૮૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૫૦૦.૩૫, કેઈન્સ રૂ.૧૧૪.૩૦ તૂટીને રૂ.૩૭૨૪.૫૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૪૫૪.૦૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૯૪.૫૦ ઘટીને રૂ.૪૬૨૩.૨૦, ઝેનટેક રૂ.૨૮.૧૫ ઘટીને રૂ.૧૪૦૮.૫૦, એઆઈઆઈ એન્જિનિયરીંગ રૂ.૬૯.૪૫ ઘટીને રૂ.૩૭૧૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૩૫૯.૮૫, મઝગાંવ ડોક રૂ.૪૩.૬૦ ઘટીને રૂ.૨૪૩૬.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૩૧.૦૭ પોઈન્ટ તૂટીને ૬૯૩૨૩.૨૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી અટકી ફંડોનું સેલિંગ : ડિક્સન રૂ.૩૦૫, અંબર રૂ.૨૦૭ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ખરીદી અટકીને ફંડો, ખેલંદાઓનું ફરી વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૦૪.૮૦ તૂટીને રૂ.૧૦૬૧૩.૪૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૦૬.૮૦ ઘટીને રૂ.૭૩૦૯.૬૫, એશીયન પેઈન્ટસ રૂ.૪૯.૦૫ ઘટીને રૂ.૨૨૩૧.૬૦, ટાઈટન રૂ.૮૧.૩૫ ઘટીને રૂ.૪૧૩૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૭૪.૫૩ પોઈન્ટ તૂટીને ૫૬૬૨૦.૯૪ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં હેમરિંગનો નવો રાઉન્ડ શરૂ : સાસ્કેન, આરસિસ્ટમ્સ, ૬૩ મૂન્સ, કોફોર્જ, સોનાટા ઘટયા

આઈટી-સોફ્ટવેર કંપનીઓના શેરોમાં આજે ફંડોએ વેચવાલી-હેમરિંગનો નવો રાઉન્ડ શરૂ કર્યો હોય એમ ઘણા શેરોમાં ધોવાણ થતું જોવાયું હતું. આર સિસ્ટમ્સ રૂ.૨૭.૧૦ તૂટીને રૂ.૩૦૪, ઈન્ફોબિન રૂ.૯.૦૫ ઘટીને રૂ.૧૩૫.૩૦, સાસ્કેન રૂ.૫૫.૯૫ ઘટીને રૂ.૧૦૮૦.૯૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯ ઘટીને રૂ.૫૯૩.૩૫, હેક્ઝાવેર રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૪૨૯.૭૦, એક્સપ્લિઓ રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૭૫૪.૨૫, કોફોર્જ રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૧૧૦૮.૮૦, રામકો સિસ્ટમ રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૪૧૯.૬૦, સોનાટા સોફ્ટવેર રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૪૪.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૬.૯૩ પોઈન્ટ તૂટીને ૨૮૭૬૧.૨૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : ક્વોલિટી ફાર્મા રૂ.૧૦૩ ઉછળ્યો : પોલીમેડ, ડિકાલ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ઘણા શેરોમાં વેચવાલી થઈ હતી. પરંતુ કેટલાક શેરોમાં ઘટાડે ફંડોએ વેલ્યુબાઈંગની તક ઝડપી હતી. ક્વોલિટી ફાર્મા રૂ.૧૦૩.૨૦ ઉછળીને રૂ.૧૬૬૨.૯૦, ડિકાલ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૭૦.૯૫, પોલીમેડ રૂ.૪૫.૮૦ વધીને રૂ.૧૩૩૧.૫૦, એસ્ટર ડીએમ રૂ.૧૯.૮૫ વધીને રૂ.૬૮૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૧૪.૫૦ વધીને રૂ.૫૨૪.૬૫, ઈપ્કા લેબ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૧૫૩૨.૨૦, અનુહ ફાર્મા રૂ.૨.૦૯  વધીને રૂ.૭૮.૮૬ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬.૦૪ પોઈન્ટ વધીને ૪૩૯૩૨.૬૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં મર્યાદિત વેચવાલી : એપીએલ અપોલો રૂ.૮૨, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૬ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ખરીદી અટકીને મર્યાદિત વેચવાલી થઈ હતી. પાછલા દિવસોમાં ઓવરસોલ્ડ કવર થયા બાદ આજે વેચવાલી ધીમી પડી હતી. એપીએલ અપોલો રૂ.૮૨.૧૫ ઘટીને રૂ.૨૦૧૭.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૬.૧૦ ઘટીને રૂ.૧૧૭૮.૭૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૮૫ ઘટીને રૂ.૧૯૭૫.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૮૨.૧૮ પોઈન્ટ ઘટીને ૩૮૯૮૨.૧૦ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : અદાણી ટોટલ ગેસ રૂ.૯૫ વધ્યો : ઈન્દ્રપ્રસ્થ, ઓઈલ ઈન્ડિયા વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકા બાદ ફરી રિકવરી છતાં કેન્દ્ર સરકાર દ્વારા માંગ-વપરાશ પર નિયંત્રણના પગલાં અને સાઉદી અરેબિયા દ્વારા સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસને બદલે બીજા માર્ગે ઓઈલના પુરવઠાનું વહન કરવાના અહેવાલ વચ્ચે આજે ઓઈલ-ગેસ શેરોમાં  ઘટાડે પસંદગીની લેવાલી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૯૪.૮૫ વધીને રૂ.૫૬૯.૨૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૦૫ વધીને રૂ.૧૬૨.૭૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૨.૧૦ વધીને રૂ.૪૮૨.૭૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ભાગો ભાગોની બૂમ : ઓપરેટરોનું ઓફલોડિંગ : ૨૪૨૩ શેરો નેગેટીવ બંધ

ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્વનો ટૂંક સમયમાં અંતના નિવેદનની ઈરાને હવા કાઢી લેતાં અને યુદ્વ વકરવાના એંધાણ વચ્ચે શેરોમાં વ્યાપક ધોવાણમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચીને ભાગો ભાગોની બૂમ પડવા લાગી હતી. ઓપરેટરો આજે ઘણા શેરોમાં ઓફલોડિંગ કર્યાની ચર્ચા હતી. ઘણા શેરોના ભાવો ઓછા  વોલ્યુમે તૂટયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૫૩થી ઘટીને ૧૮૫૦ અને ઘટનારની સંખ્યા ૧૨૩૧થી વધીને ૨૪૨૩ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૧૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૧.૯૦ લાખ કરોડ રહ્યું

ફરી ફંડોની આજે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલીના દબાણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૧૪   લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૭.૦૪  લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની  કેશમાં રૂ.૬૨૬૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૯૬૫ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૬૨૬૭.૩૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૪૪૮.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૭૧૫.૯૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૪૯૬૫.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૦૪૪.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૦૭૮.૬૩ કરોડની વેચવાલી થઈ હતી.

Next Post
પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In