• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

Load More

Global Fuel Crisis : ઈઝરાયલના હુમલાના કારણે ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે, તો ઈરાન ઈઝરાયલ ઉપરાંત પડોશી દેશો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરી રહ્યું હોવાના કારણે નાગરિકો પોતાની સુરક્ષા માટે દોડધામ કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે અનેક લોકોના માથે મોતનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ ઉપરાંત યુદ્ધના કારણે અનેક દેશો ઈંધણ સંકટમાં પણ ફસાઈ ગયા છે. વર્તમાન સંકટ એવું છે કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ ન મળવાના ડરના કારણે લોકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. ક્યાંક પેટ્રોલ પંપો પર લાઇનો લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો જરૂર ન હોવા છતાં ગેસ સિલિન્ડરનું બુકિંગ પણ વધી ગયું છે, ત્યારે આ સંકટનો સામનો કરી રહેલી સરકારોએ ઈંધણ બચાવવા માટે નવા-નવા નિયમો ઘડી કાઢ્યા છે. કેટલાક દેશોની શાળાઓમાં રજાઓ જાહેર કરવાની સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપ્યો છે, તો ક્યાંક મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

યુદ્ધના કારણે અનેક દેશોમાં ઈંધણ સંકટ

વાસ્તવમાં અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત થયા બાદ ઈરાન આક્રમક બની ગયું છે. ઈરાન ઈઝાયેલ સહિત પડોશી દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. એટલું જ નહીં તેણે વિશ્વ માટે અતિમહત્ત્વનો વેપાર માર્ગ હોર્મુઝ જળમાર્ગના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ કારણે કેટલાક દેશોની ક્રૂડ ઓઇલ સહિત અનેક આયાત-નિકાસો અટકી પડી છે. યુદ્ધ શરૂ થયા બાદ ઓઇલ-ગેસની કિંમતમાં પણ ધરખમ વધારો થયો છે. હવે આ તમામ અસરોને પહોંચી વળવા માટે ભારત સહિત અનેક દેશોએ ઊર્જા બચાવવા અને આર્થિક અસર ઘટાડવાના અનેક પગલાઓ શરૂ કરી દીધા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, એશિયાઈ દેશોમાં જેટલી ઓઇલની જરૂરીયાત છે, તેમાંથી 60 ટકા મધ્ય-પૂર્વમાંથી આયાત થાય છે. જોકે યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેમાં આયાત-નિકાસને મોટી અસર થઈ છે અને આ જ કારણે ઓઇલ અને ગેસની કિંમતોમાં વધારો થયો છે.

આ પણ વાંચો : ‘ભારત મુશ્કેલીમાં મૂકાયું…’, ઈરાન યુદ્ધ અંગે અમેરિકાના નિષ્ણાતે કેમ ઉચ્ચારી ચેતવણી

ભારત : રશિયા પાસેથી આયાત અને સ્થાનિક LPG ઉત્પાદન વધારાશે

ઈંધણ સંકટથી બચાવ માટે ભારતે પણ વ્યૂહાત્મક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. ભારતે સંગ્રહ કરેલ ઓઇલનો ઉપયોગ કરવાનો અને રશિયા પાસેથી ઓઇલની આયાત વધારવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સ્થાનિક રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવાનો પણ નિર્દેશ આપી દીધા છે. કેન્દ્ર સરકારે ઓઇલની જમાખોરી અને કાળાબજારી કરનારાઓ પર દેખરેખ વધારી દીધી છે અને વૈકલ્પિક રસ્તો શોધવાની વિચારણાઓ પણ શરૂ કરી દીધી છે. છૂટક ભાવમાં વધારો ન થાય તે પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. LPG કટોકટીના કારણે સામાન્ય પ્રજા સંકટમાં ન મૂકાય તેનો પણ સરકારે વિચાર કર્યો છે. આ માટે સરકારે ઉદ્યોગોનો મોકલાતા LPG પર કામ મૂક્યો છે, તો રસોઈ ગેસ માટે ઉપયોગ લેવાતા સિલિન્ડરના સમયગાળામાં પણ ફેરફાર કર્યો છે. સરકારે તમામ રાજ્યોને એલપીજીની કાળાબજારી રોકવા અને ઍલર્ટ રહેવા તેમજ મોનિટરિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

બાંગ્લાદેશ : યુનિવર્સિટી બંધ, પેટ્રોલ પંપો પર લાઇનો

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે બાંગ્લાદેશ પણ ગંભીર ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશ પોતાની કુલ ઊર્જા જરૂરીયાતમાં 95 ટકા ઊર્જા આયાત કરે છે. હવે આ આયાત અટકી પડતાં સરકારે ઈંધણ પુરવઠાને મર્યાદિત કરી દીધો છે, જેના કારણે નાગરિકો પેટ્રોલ ખૂટી જવાના ડરથી પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ઊર્જા બચાવવા માટે અનેક યુનિવર્સિટી પણ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશની વહારે ભારત આવ્યું છે અને ભારતે નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશને 5000 ટન ડીઝલની પ્રથમ ખેપ પહોંચાડી છે.

પાકિસ્તાન : મંત્રીઓ, સલાહકારો, અધિકારીઓના વિદેશ પ્રવાસ બંધ

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. ઈંધણ બચાવવા માટે પાક. સરકારે અનેક નિયમો જાહેર કર્યા છે. સરકારે સરકારી વાહનોમાં ઉપયોગ થતાં ઈંધણ પર 50 ટકાનો કાપ મૂક્યો છે. આ ઉપરાંત ઓફિસોમાં અઠવાડિયામાં ચાર દિવસ કામકામ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં સરકારે 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. શાળાઓ બે અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી છે. સરકારી સ્તરે યોજાના બિનજરૂરી કાર્યક્રમ યોજવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. પાકિસ્તાન સરકારે મંત્રીઓ, સલાહકારો અને સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પણ બંધ કરી દીધા છે. સરકારી ઈફ્તાર પાર્ટી અને કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દુબઈમાં ખળભળાટ: બુર્જ ખલીફા નજીક ડ્રોન વિસ્ફોટ, બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

ચીન : ઊર્જાની નિકાસ બંધ, રિઝર્વ ઓઇલનો ઉપયોગ શરૂ

ચીને ઈંધણ સંકટ ટાળવા માટે મોટી રણનીતિ અપનાવી છે. ચીન પાસે 100 દિવસથી વધુ સુધી ચાલે તેટલું ઈંધણ છે અને હવે તેણે આ સંગ્રહ કરેલા ઓઇલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ ઉપરાંત ચીને ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે અને કામચલાઉ ધોરણે નિકાસ બંધ કરી દીધી છે. ચીને પાંચ વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નવા ઊર્જા પ્રોજેક્ટ પર રોકાણ કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

દક્ષિણ કોરિયા : ઈંધણ કિંમતોની મર્યાદા નક્કી કરી

દક્ષિણ કોરિયા પણ ઈંધણ કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેણે 30 વર્ષમાં પહેલીવાર ઈંધણ કિંમતોની મર્યાદા નક્કી કરી છે. દક્ષિણ કોરિયન સરકારે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગેથી ઈંધણનો પુરવઠો લાવવાના વિકલ્પો ઊભા કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો

અનેક દેશોમાં ઈંધણ સંકટ બાદ નિયમો બદલાયા

શ્રીલંકા : દેશમાં ઈંધણની કિંમતોમાં 8 ટકાનો વધારો થયો હોવાની વિગતો સામે આવી છે. શ્રીલંકન સરકાર પાસે એપ્રિલ સુધીનો સ્ટોક હોવાનું આશ્વસન આપ્યું છે. દેશમાં ચિંતા છે કે, ઈંધણના ભાવ વધરાવના કારણે માલ-સામાનના પરિવહનનો ખર્ચ વધશે, જેના કારણે મોંઘવારી આસમાને પહોંચી જશે. અહીં પણ લોકોએ ગભરાટમાં પેટ્રોલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, જેના કારણે શ્રીલંકાની સરકારી ઓઇલ કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશને (CPC) ખાતરી આપી છે કે, સરકાર પાસે એપ્રિલ સુધીનો સ્ટોક છે. 

અમેરિકા : યુદ્ધની સીધી અસર અમેરિકાના સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં ગેસ પંપો પર ઈંધણની કિંમતોમાં પ્રતિ ગેલનમાં વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા સાંકળ ખોરવાઈ જવાની આશંકાએ અમેરિકન વહીવટીતંત્ર અને જનતામાં ચિંતા જગાવી છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર જો લાંબા સમય સુધી અવરોધ રહેશે, તો આગામી દિવસોમાં આયાત ખર્ચ વધવાની અને ઊર્જા સંકટ વધુ ઘેરું બનવાની શક્યતા છે, જેની સીધી અસર અમેરિકાના પરિવહન ક્ષેત્ર અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.

વિયેતનામ : દક્ષિણ-પૂર્વ એશિયન દેશ વિયેતનામે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા કંપનીઓને અપીલ કરી છે. આ ઉપરાંત દૈનિક ઉપયોગમાં લેવાયા પેટ્રોલ અને ગેસ પર કામ મૂકવાની પણ વિચારણા ચાલી રહી છે.

થાઈલૅન્ડ : સરકારે કર્મચારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે. સરકારે સરકારી ક્ષેત્રના અધિકારીઓ, પોલીસ વિભાગ, મંત્રીઓને વાહનોનો બિનજરૂરી ઉપયોગ ન કરવાની પણ અપીલ કરી છે.

ફિલિપાઇન્સ : કેટલીક સરકારી ઑફિસોમાં અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનો નિયમ લાગુ કરાયો છે. આ ઉપરાંત એર-કન્ડીશનિંગનું તાપમાન 24 ડિગ્રીથી ઓછું રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. સરકારે મંત્રીઓ અને અધિકારીઓને સરકારી વાહનોનો ઉપયોગ ટાળવા અને વર્ચ્યુઅલ રીતે કામ પૂરું કરવાનો નિર્દેશ આપ્યો છે.

જર્મની : ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અસર જર્મની સુધી પણ પહોંચી છે. દેશમાં ક્રૂડ ઓઇલ અને ઈંધણની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ચાન્સેલર ફ્રેડરિક મેર્જ વધતી કિંમતો મામલે બેઠકો અને સમીક્ષા કરી રહ્યા છે.

ફ્રાન્સ : યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારો થતાં અને ત્યારબાદ અનેક અફવાઓ સામે આવ્યા બાદ ફ્રાન્સના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એકતરફ દેશના લોકોએ ચિંતામાં આવીને પેટ્રોલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, તો બીજીતરફ તેઓને મોંઘવારી વધવાનો પણ ડર સતાવી રહ્યો છે.

પોલૅન્ડ : ફ્રાન્સ જેવી સ્થિતિ પોલૅન્ડમાં પણ સર્જાઈ છે. અહીંના પેટ્રોલ પંપો પર પણ લાંબી કતારો થઈ છે.

ઇન્ડોનેશિયા : ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાના કારણે ઇન્ડોનેશિયા સરકાર પણ પડકારોનો સામનો કરી રહી છે. સરકાર B50 બાયોડીઝલ યોજના ફરી લાગુ કરવાની વિચારણા કરી રહી છે. સરકારનું માનવું છે કે, B50ના ઉપયોગથી 50% ડીઝલની આયાત ઓછી કરવી પડશે, જેનાથી અબજો ડૉલરની બચત થશે. B50 એ પરંપરાગત ડીઝલ અને બાયોડીઝલનું એક મિશ્રણ છે. જેમાં આંકડો ’50’ મિશ્રણની ટકાવારી દર્શાવે છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો પામ ઓઇલ ઉત્પાદક દેશ છે. તેથી તે પોતાના દેશમાં ઉગતા પામ ઓઇલનો ઉપયોગ ઈંધણ તરીકે કરીને ઓઇલની આયાત ઘટાડવા માંગે છે.

આ પણ વાંચો : ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

મોંઘવારી વધવાનો ડર : સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી 

આ તમામ સ્થિતિને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપીછે કે, જો ઊર્જા પુરવઠાનું સંકટ લાંબો સમય ચાલશે તો ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારો થઈ શકે છે. મોંઘવારી વધવાના કારણે અને સંકટ લાંબો સમય ચાલવાના કારણે એશિયાની નબળી અર્થવ્યવસ્થાઓ પર ગંભીર અસર પડશે.

હોર્મુઝે વિશ્વભરને સંકટમાં મૂક્યા

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી અનેક દેશો મોટા સંકટમાં મૂકાઈ ગયા છે. વિશ્વમાં આયાત-નિકાસ થતાં લગભગ 31 ટકા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) હોર્મુઝ જળમાર્ગમાંથી જ પસાર થાય છે. જોકે યુદ્ધના કારણે આ જળમાર્ગ બંધ થઈ જતા વૈશ્વિક ઊર્જા વેપાર સંપૂર્ણ અટકી પડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 120થી 150 ડૉલર પર પહોંચી શકે છે. સંકટ એવું ઊભું થયું છે કે, દુનિયાભરના શેર માર્કેટ ક્રેશ થયા છે અને કિંમતો સતત વધી રહી છે.

Next Post
મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind…

મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…
GUJARAT

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

છ મહિલા સહિત ૧૧ સામે પાળીયાદ પોલીસમાં ગુનો નોંધાયો અમારા દીકરાને કેમ આશરો આપો છો તેમ કહી પાડોશીએ હુમલો કર્યો...

Read more

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In