મુંબઈ : ઈરાન વિરૂધ્ધ અમેરિકા-ઈઝરાયેલનું યુદ્વ ક્યારેક આક્રમક તો ક્યારેક સમજૂતીના સંકેત આપતું રહી હાલ તુરત આક્રમકતાં ગુમાવી રહ્યાના અને નાટો દેશોએ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ ખાતે યુદ્વ જહાજો મોકલવાનો ઈન્કાર કરતાં અમેરિકા પણ યુદ્વ મોરચે સક્રિયતા ઘટાડશે એવા અંદાજોએ આજે સતત બીજા દિવસે યુદ્વના પરિબળને ડિસ્કાઉન્ટ કરી ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. ભારતીય ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજીની અમેરિકાથી આયાત શરૂ કર્યાના અને ત્રણ જહાજો ભારત પહોંચ્યાના પોઝિટીવ પરિબળે પણ બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે આજે ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ અટકી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે સિલેક્ટિવ વેલ્યુબાઈંગ કરતાં તેજીનો સંચાર થતો જોવાયો હતો. ઓટોમોબાઈલ શેરોમાં પાછલા દિવસોમાં થયેલા મોટાપાયે હેમરિંગ અને મંદીના વેપાર બાદ ઓવરસોલ્ડ પોઝિશન સતત બીજા દિવસે કવર થઈ હતી. આ સાથે મેટલ-માઈનીંગ ક્ષેત્રે યુદ્વ બાદ તકો વધવાના અંદાજો અને કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો લેવાલ બન્યા હતા. સેન્સેક્સ ૫૬૭.૯૯ પોઈન્ટ વધીને ૭૬૦૭૦.૮૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૭૨.૩૫ પોઈન્ટ વધીને ૨૩૫૮૧.૧૫ બંધ રહ્યા હતા. માત્ર આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સની ૧૧૧૬ પોઈન્ટની છલાંગ : ટીવીએસ મોટર રૂ.૧૨૩, ઉનો રૂ.૩૫, મહિન્દ્રા રૂ.૯૫ વધ્યા
ઈરાન યુદ્વ છતાં ભારતમાં ઓઈલનો પુરવઠો પર્યાપ્ત હોવાનું અને પેટ્રોલ, ડિઝલનું ઉત્પાદન રાબેતા મુજબ થઈ રહ્યાના સરકારના આશ્વાસન વચ્ચે આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં મોટું શોર્ટ કવરિંગ થવા સાથે વેલ્યુબાઈંગ થયું હતું. ટીવીએસ મોટર રૂ.૧૨૩.૪૫ વધીને રૂ.૩૪૯૭.૨૦, ઉનો મિન્ડા રૂ.૩૫.૩૫ વધીને રૂ.૧૦૫૩.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૪.૮૦ વધીને રૂ.૩૧૩૦.૫૦, ભારત ફોર્જ રૂ.૪૮.૩૫ વધીને રૂ.૧૭૪૫.૨૫, સોનો કોમ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૫૦૨.૨૫, મધરસન રૂ.૨.૭૫ વધીને રૂ.૧૧૫.૯૫, એક્સાઈડ રૂ.૭ વધીને રૂ.૩૦૨.૧૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૫.૮૫ વધીને રૂ.૨૪૭૫.૬૦, અપોલો ટાયર રૂ.૯.૧૦ વધીને રૂ.૪૨૧.૯૫, અશોક લેલેન્ડ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૭૬.૧૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૦.૨૫ વધીને રૂ.૧૨,૯૯૩.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૧૬.૪૬ પોઈન્ટ ઉછળીને ૫૫૬૫૫.૧૩ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં તેજીએ ઈન્ડેક્સ ૧૦૫૦ પોઈન્ટ ઉછળ્યો : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા
ઈરાન યુદ્વ બાદ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેટલ, સિમેન્ટ સહિતની મોટી માંગ નીકળવાની અપેક્ષાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૫૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૧૭૧.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧.૧૦ વધીને રૂ.૧૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૫૦.૫૧ પોઈન્ટ ઉછળીને ૩૮૪૫૨.૮૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ડાટાપેટર્નસ રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન શિપ રૂ.૨૩ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે વધુ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ શરૂ કર્યું હતું. ડાટા પેટર્નસ રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૭૯.૨૫ વધીને રૂ.૩૫૪૩.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કેઈન્સ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૩૯૫૧, પોલીકેબ રૂ.૭૯.૮૫ વધીને રૂ.૮૪૩૦.૪૦, કેઈઆઈ રૂ.૪૦.૮૦ વધીને રૂ.૪૯૮૮.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૯.૮૫ વધીને રૂ.૪૯૫૮.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૧૭૪.૬૫ વધીને રૂ.૨૫,૧૭૦.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૩૬.૪૨ પોઈન્ટ વધીને ૬૭૯૪૩.૬૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં વધુ કવરિંગ : એયુ બેંક, ફેડરલ બેંક, કેનેરા બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં મજબૂતી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે સિલેક્ટિવ ફ્રન્ટલાઈન શેરોમાં વધુ શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ ખરીદી રહી હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧૭.૩૫ વધીને રૂ.૯૦૨.૨૫, ફેડરલ બેંક રૂ.૩.૯૫ વધીને રૂ.૨૬૪.૮૦, કેનેરા બેંક રૂ.૧.૭૫ વધીને રૂ.૧૩૬.૫૦ રહ્યા હતા. પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૧૦.૯૦ વધીને રૂ.૪૪૪૦.૯૦, એમસીએક્સ રૂ.૧૧૬.૪૦ વધીને રૂ.૨૬૭૧.૩૫, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૩૫.૦૫ વધીને રૂ.૩૧૭૮.૯૫, જીઆઈસી હાઉસીંગ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૪૪.૫૫, ફેડફિના રૂ.૪.૫૦ વધીને રૂ.૧૩૦.૨૫, પ્રુડેન્ટ રૂ.૭૬.૬૫ વધીને રૂ.૨૨૭૮.૯૫, સુમીત સિક્યુરિટીઝ રૂ.૪૫.૯૦ વધીને રૂ.૧૫૪૨.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮૨.૬૫ વધીને રૂ.૨૯૭૧.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૪૭.૫૦ પોઈન્ટ વધીને ૬૧૬૬૩.૮૧ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોનું સાવચેતીમાં સેલિંગ : રેટગેઈન, જેનેસીસ, બિરલા સોફ્ટ, કોફોર્જ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ સાવચેતીમાં વધારે વેચવાલી કરી હતી. રેટગેઈન રૂ.૭૨.૧૫ તૂટીને રૂ.૪૯૯.૦૫, કોફોર્જ રૂ.૬૫.૦૫ ઘટીને રૂ.૧૩૫૬, ઝેગલ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૨૯૨.૯૦, મેપમાય ઈન્ડિયા રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૧૨૪૬, કેપઆઈટી ટેકનોલોજી રૂ.૩૩ ઘટીને રૂ.૮૫૮.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૪.૯૩ પોઈન્ટ ઘટીને ૨૭૮૪૧.૧૭ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ : ૨૩૬૦ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં સતત બીજા દિવસે રિકવરી સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૦ અને ઘટનારની સંખ્યા ૧૭૮૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૭૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૨૨૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૭૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૨૨૫.૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૩.૩૦ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે સતત બીજા દિવસે રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૨.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૩.૩૦ લાખ કરોડ રહી હતી.















